Friday, Oct 24, 2025

કોમેડિયન શ્યામ રંગીલાએ વારાણસીમાં નથી મળી રહ્યા ૧૦ સમર્થકો!

2 Min Read

કોમેડિયન શ્યામ રંગીલાએ તાજેતરમાં વારાણસી લોકસભા સીટ પરથી ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. PM નરેન્દ્ર મોદી પોતે વારાણસી લોકસભા સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે. હાલમાં જ શ્યામ રંગીલાએ એક વીડિયો જાહેર કર્યો હતો જેમાં કહ્યું હતું કે હું મારા મનની વાત કરવા જઈ રહ્યો છું. તેમણે કહ્યું કે હું PM મોદી સામે વારાણસીથી લોકસભા ચૂંટણી લડવાનો છું. હું ચૂંટણી લડી રહ્યો છું જેથી લોકો પાસે વિકલ્પો હોય. આ દરમિયાન વારાણસી પહોંચેલા શ્યામ રંગીલાને ૧૦ સમર્થકો પણ નથી મળી રહ્યા. ખરેખર, શયાન રંગીલને નોમિનેશન ફોર્મ આપવામાં આવ્યું નથી કારણ કે તેમની પાસે ૧૦ સમર્થકો નથી.

Lok Sabha Elections 2024: Comedian Shyam Rangeela to fight against PM Modi in Varanasi - India Todayરંગીલાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર જઈને લખ્યું, “વારાણસીમાં નોમિનેશન ફોર્મ મેળવવાની પ્રક્રિયા એટલી જટિલ બનાવી દેવામાં આવી છે કે ફોર્મ મેળવવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે. કલાકો સુધી લાઈનમાં રાહ જોયા બાદ ચૂંટણી કાર્યાલયે કહ્યું કે તમે પહેલા દસ પ્રસ્તાવકોના આધાર કાર્ડની નકલો (સહીઓ સહિત) અને તેમના ફોન નંબરો સબમિટ કરો, તો જ તમને ફોર્મ માટે ટ્રેઝરી ચલણ ફોર્મ મળશે.”

વારાણસી લોકસભા સીટ માટે નામાંકન પ્રક્રિયા ૭મી મેના રોજ શરૂ થઈ હતી, જેમાં નામાંકન માટેની છેલ્લી તારીખ ૧૪મી મે હતી. પીએમ મોદી આ સીટ પરથી ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યા છે. આ બેઠક પરથી કોંગ્રેસ-એસપી ગઠબંધન તરફથી અજય રાય અને બસપા તરફથી અતહર જમાલ લારી પણ ચૂંટણી લડી રહ્યા છે. વારાણસી લોકસભા સીટ પર સાતમા તબક્કા માટે ૧લી જૂને મતદાન થશે.

જોકે, શ્યામ રંગીલાની આવી પોસ્ટ બાદ લોકો તેમને ટ્રોલ કરવા લાગ્યા હતા કે તેમની પાસે ૧૦ સમર્થકો નથી અને મોદી સામે ઊભા રહેવા માગે છે. જોકે, આમ ટ્રોલ થવા લાગતા શ્યામ રંગીલાએ બીજી પોસ્ટ કરીને સ્પષ્ટતા કરી હતી કે મારી પાસે ૧૦ સમર્થકો તો છે, પરંતુ તેની માહિતી અને ફોન નંબર ચૂંટણી પંચને ફોર્મ ભર્યા પછી જ આપવાની હોય છે, જ્યારે વારાણસીમાં તેમની પાસે ફોર્મ આપતા પહેલા જ આવી ડિટેલ માગવામાં આવી હતી.

આ પણ વાંચો :-

Share This Article