રાજસ્થાનના જયપુરમાં શુક્રવારે સવારે એક ભયાનક માર્ગ અકસ્માતમાં LPG અને CNG ટ્રક વચ્ચે જોરદાર અથડામણ થઈ હતી, જેના કારણે ભારે તબાહી મચી ગઈ. આ અકસ્માતમાં 5 લોકો જીવતા સળગીને મોતને ભેટ્યા છે, જ્યારે 20થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટના બાદ વિસ્તાર ભયજનક બની ગયો છે, અને આસપાસના રસ્તાઓને સલામતી માટે ડાયવર્ટ કરવામાં આવ્યા છે.
જિલ્લા કલેક્ટર જીતેન્દ્ર સોનીએ પાંચ લોકોના મૃત્યુની પુષ્ટિ કરી હતી. આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયા છે. એક સાક્ષીએ જણાવ્યું હતું કે તેણે સળગતી ટ્રકમાં બે લોકોના મૃતદેહો જોયા હતા.
મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ એસએમએસ હોસ્પિટલમાં ઘાયલોની મુલાકાત લીધી હતી. ઘાયલો પૈકી ઘણા લોકોની હાલત ગંભીર છે અને તેમને ICUમાં ખસેડવામાં આવ્યા છે. એસએમએસ મેડિકલ કોલેજના આચાર્ય ડૉ. દીપક મહેશ્વરીના માર્ગદર્શન હેઠળ ડોકટરોની એક ટીમ ઈજાગ્રસ્તોની સારવાર કરી રહી છે. ઘણા લોકો 70 ટકાથી વધુ દાઝી ગયા હોવાનું કહેવાય છે. હોસ્પિટલ વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, હાલમાં બર્ન વોર્ડમાં 35 લોકો છે. ડોક્ટરોએ કહ્યું કે તેમાંથી કેટલાકની હાલત ગંભીર છે. દર્દીઓની સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે વધુ એક ICU વોર્ડ ઉભો કર્યો છે.
આ દુર્ઘટનામાં 23થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમને તાત્કાલિક સારવાર માટે સવાઈ માન સિંહ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ ઈમરજન્સી વોર્ડમાં પહોંચી ઘાયલોની સ્થિતિની સમીક્ષા કરી હતી. ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ ટીમ દ્વારા તાત્કાલિક રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી, અને જીવલેણ હાલતમાં રહેલા લોકોને બચાવવા પ્રયાસો કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો :-