Thursday, Oct 30, 2025

SENSEX ૮૦,૦૦૦ને પાર થતાં CJI ચંદ્રચુડ ખુશ, SEBIને આપી સલાહ

2 Min Read

ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) ડી.વાય.ચંદ્રચુડે આજે ગુરુવારે શેરબજારોમાં નોંધપાત્ર ઉછાળા વચ્ચે બજાર નિયામક SEBI અને SITને સાવચેતી રાખવાની સલાહ આપી હતી. તેમણે તેમના ‘સ્થિર પાયા’ની ખાતરી કરવા માટે વધુ ટ્રિબ્યુનલ બેંચની પણ હિમાયત કરી હતી. મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચુડે અહીં નવા સિક્યોરિટીઝ એપેલેટ ટ્રિબ્યુનલ (SAT) સંકુલનું ઉદ્ઘાટન કરતી વખતે અધિકારીઓને વિનંતી કરી કે, તેઓ SATની નવી બેંચો ખોલવા પર વિચાર કરે કારણ કે ટ્રાન્ઝેક્શનના ઊંચા વોલ્યુમ અને નવા નિયમોને કારણે કામનું ભારણ વધી ગયું છે.

Chief Justice Chandrachud in Nepal

BSE એ આનંદની ક્ષણ તરીકે ૮૦,૦૦૦નો આંકડો પાર કર્યો હોવાના અહેવાલોને ટાંકીને તેમણે કહ્યું કે આવી ઘટનાઓ નિયમનકારી સત્તાવાળાઓની જરૂરિયાત પર ભાર મૂકે છે કે જેથી વિજયની વચ્ચે દરેક વ્યક્તિ પોતાનું ‘સંતુલન જાળવી રાખે અને ધીરજ જાળવી રાખે.

ચીફ જસ્ટિસે કહ્યું કે શેરબજારમાં તમે જેટલી ગતિ જોશો. હું માનું છું કે સેબી અને SATની ભૂમિકા એટલી જ મોટી હશે. આ સંસ્થાઓ સાવચેતી રાખશે, સફળતાની ઉજવણી કરશે પણ તેનો પાયો સ્થિર રહે તેની પણ ખાતરી કરશે.  સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) અને એસએટી જેવા અપીલ કોરમ સ્થિર અને અનુમાનિત રોકાણ વાતાવરણને પ્રોત્સાહન આપવા માટે મૌટા રાષ્ટ્રીય મહત્વ ધરાવે છે.

SAT ના પ્રિસાઇડિંગ ઓફિસર જસ્ટિસ પી.એસ. દિનેશ કુમારે કહ્યું કે SATમાં ૧,૦૨૮ અપીલ પેન્ડિંગ છે. તેણે ૧૯૯૭ માં તેની શરૂઆતથી અત્યાર સુધીમાં ૬,૭૦૦ થી વધુ અપીલોનો નિકાલ કર્યો છે. ચીક જસ્ટિસે કહ્યું કે નાણાકીય ક્ષેત્રે સમયસર પગલાં લેવા અને ભૂલો સુધારવી અત્યંત મહત્વપૂર્ણ છે. મુખ્ય ન્યાયાધીશે ગુરુવારે SATની નવી વેબસાઇટ પણ લોન્ચ કરી હતી. તે નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે ડિજિટલ સેક્ટરમાં પ્રગતિ સાથે ન્યાયની પહોંયના ખ્યાલ પર પુનર્વિચાર કરવાની જરૂર છે.

આ પણ વાંચો :-

Share This Article