Sunday, Sep 14, 2025

ચીને લદ્દાખમાં LAC નજીક હેલી સ્ટ્રીપ બનાવી, સેટેલાઇટ તસવીરોમાં થયો ખુલાસો

2 Min Read

ચીન ભારતને લગતી લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) પર સતત દબાણ વધારી રહ્યું છે. નવા રોડ્સ, બ્રીજ, સૈન્ય વસાહત, બંકર બાદ ચીને લદ્દાખ(Ladakh)ની સરહદે છ નવી હેલિસ્ટ્રીપ (Heli Strip) બનાવી રહી છે, સેટેલાઇટ ઈમેજમાં આનો ઘટસ્ફોટ થયો છે. આ હેલિસ્ટ્રીપ પશ્ચિમ તિબેટમાં બનવવામાં આવી રહી છે, લદ્દાખના ડેમચોકથી આ હેલિસ્ટ્રીપ્સનું અંતર 100 માઈલ છે, જેના કારણે ભારત માટે આ ચિંતાનો વિષય છે. જોકે ભારત સરકારતરફથી આ અંગે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

Dragon's Bully: Construction of heli strip near LAC in Ladakh raises India's concerns

ગેયાયી નામની જગ્યાએ હેલીસ્ટ્રિપ બનાવવામાં આવ્યું છે. અહીં હજુ કંસ્ટ્રક્શનનું કામ પૂર્ણ થયું નથી. હેલીસ્ટ્રિપ બનાવવાની શરૂઆત એપ્રિલ, 2024માં થઇ હતી. તસવીરોથી ખબર પડે છે કે અહીં છ હેલીસ્ટ્રિપ તૈયાર કરવામાં આવી રહ્યાં છે. અહીં માત્ર 1 કે 2 હેલીકોપ્ટર નહીં પણ અડધો ડઝન કરતા વધુ હેલીકોપ્ટર એક સાથે તૈનાત કરી શકાય છે. આ લદ્દાખના ડેમચોકથી માત્ર 100 માઇલ અને ઉત્તરાખંડના બારાહોતીથી 120 મીટરના અંતર પર છે. ડેમચોક ભારતીય અને ચીની સેનાઓ વચ્ચે સંઘર્ષનું કેન્દ્ર રહ્યું છે.

ચીનની સેના અવાર નવાર LAC નજીક હેલીપેડ કે કંસ્ટ્રક્શન કરતી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં તેને કેટલાક રોડનું નિર્માણ પણ આ વિસ્તારમાં કર્યું છે.ભારતે પણ લદ્દાખ સાથે જોડાયેલા ચીની ભાગ પર સુરક્ષા વધારી દીધી છે. 2020માં ગલવાન ઘાટીમાં થયેલી અથડામણ બાદ ભારતે અહીં સૈનિકો વધાર્યા છે.

આ પણ વાંચો :-

Share This Article