વર્ષ 2027 સુધીમાં ‘વિકસિત ભારત’ નિર્માણના વિઝનને સાકાર કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા નીતિ આયોગના નેતૃત્વમાં ભારતમાં સૌથી ઝડપથી વિકસતા મહત્વના શહેરો અને તેની નજીકના વિસ્તારોને “ગ્રોથ હબ્સ” તરીકે વિકસાવીને મેગા ઈકોનોમિક ગ્રોથ હબ બનાવવાનું આગવું વિઝન છે. જેમાં એક ‘ગ્રોથ હબ’ તરીકે સુરત અને તેની આસપાસના નવસારી, ભરૂચ, ડાંગ, તાપી તથા વલસાડ જિલ્લાઓને વિકસાવવાનું આયોજન કર્યું છે. જેના ભાગરૂપે સુરત સહિત દક્ષિણ ગુજરાતના આ ૬ જિલ્લાઓના બનેલા ‘સુરત ઈકોનોમિક રિજીયન’ના ઈકોનોમિક ડેવલપમેન્ટ પ્લાનનું આજેમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોન્ચીંગ કરતાં કહ્યું કે, દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત છે. જ્યારે ગુજરાતનું ગ્રોથ એન્જિન સુરત છે.
ડુમસ રોડની લી મેરેડીયન હોટેલ ખાતે લોન્ચિંગના મુખ્ય કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓ હાજર રહ્યાં હતાં. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ગુજરાત હવે વિકાસનું મોડલ ગણાય છે. નરેન્દ્ર મોદીએ ગુજરાતને અલગ સ્તર પર લઈ ગયા હતા. ડુંગરા, રણ અને દરિયો હોવાથી વિકાસ ઓછો હતો. પરંતુ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે. ગુજરાત આગામી 25 વર્ષના રોડ મેપને લઈને ચાલી રહ્યું છે.
મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના’વિકસિત ભારત’ વિઝનને અનુસરી ‘વિકસિત ગુજરાત@૨૦૪૭’ નું લક્ષ્ય નિર્ધારિત સમય પહેલાં જ પાર પાડવાનું રાજ્ય સરકારનું પોતાનું આગવું વિઝન હોવાનું જણાવ્યું હતું. આ સંદર્ભે તેમણે કહ્યું કે, પોલિસી ડ્રિવન અને સેક્ટર સ્પેસિફિક પોલલિસીઝ ધરાવતું સ્ટેટ હોવાના કારણે ગુજરાત દેશ-વિદેશના ઉદ્યોગકારો માટે બેસ્ટ ચોઈસ ઓફ ઇન્વેસ્ટમેન્ટ બન્યું છે. શ્રેષ્ઠ લોજિસ્ટિક્સ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ અને ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસની વડાપ્રધાનશ્રીએ આપેલી પરંપરાથી ગુજરાત દેશના વિકાસનું રોલ મોડલ બની ગયું છે.
રાજ્યમાં ભૂતકાળમાં અમને વારસામાં મળેલા સીમિત સંસાધનોને વિકાસના સ્રોતમાં પરિવર્તિત કર્યા છે એમ જણાવી તેમણે વડાપ્રધાનશ્રીએ તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં ગુજરાતમાં શરૂ કરેલી વાઈબ્રન્ટ સમિટથી વિશ્વમાં મેન્યુફેક્ચરિંગ હબ, ઓટો હબ, ફાર્મા હબ, સેમિકન્ડક્ટર હબ તરીકે ગુજરાતની આગવી ઓળખ ઊભી થઈ છે એનો ઉલ્લેખ કર્યો હતો.
સુરત પાસે રોડ-રેલવે કનેક્ટિવિટી, એરપોર્ટ અને દરિયો એમ તમામ સ્તરે વિકાસની શક્યતાઓ રહેલી છે. સુરતમાં ડાયમંડ અને જ્વેલરીના ટ્રેડ સેન્ટર બનાવવાના લક્ષ્ય સાથે અહીંના રોડ રસ્તા – ઈન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષણ, સ્વાસ્થ્યમાં ટકાઉ વિકાસ સાથે ગ્લોબલ કૉમ્પીટેટીવ સિટી બનાવી વૈશ્વિક કંપનીઓને સુરતમાં લાવવી અને સ્થાનિક કંપનીઓને વૈશ્વિક સ્તરે લઈ જવાની આ યોજના હોવાનું શ્રી સુબ્રમણ્યમે કહ્યું હતું.
રાજ્યના મુખ્ય સચિવ શ્રી રાજકુમારે પ્રાસંગિક ઉદ્દબોધન કરતા કહ્યું કે, ઈકોનોમિક ડેવલપમેન્ટ પ્લાનના અમલીકરણ બાદ સુરત રિજીયનનો વિકાસ દર રાજ્યના ઓવરઓલ વિકાસ દર કરતા પણ વધી જશે. સુરતને ગ્રોથ હબ તરીકે વિકસાવવા માટે આગામી ૫૦ વર્ષના વિઝન સાથેના આ ઈકોનોમિક ડેવલપમેન્ટ પ્લાનમાં આર્થિક, સામાજિક, ઔદ્યોગિક, શૈક્ષણિક, રોડ કનેક્ટિવિટી વિવિધ વિકાસલક્ષી માપદંડોનો આધાર લેવામાં આવ્યો છે. પ્લાનમાં ઈકોનોમિક, સ્કીલ ટ્રેનિંગ, ડેરી-ફાર્મિંગ, ઈન્ડસ્ટ્રીયલ, આદિવાસી વિકાસ સહિતના દરેક શહેર-જિલ્લા, ટાઉનની વિશેષતા, ભૌગોલિક પરિસ્થિતિ, ભવિષ્યમાં વિકાસની સંભાવના જેવા અનેક ક્ષેત્રોને પણ આવરી લેવામાં આવ્યા છે.
સુરતને ગ્રોથ હબ તરીકે વિકસાવવા માટે આગામી 50 વર્ષના વિઝન સાથેના આ ઈકોનોમિક ડેવલપમેન્ટ પ્લાનમાં આર્થિક, સામાજિક, ઔદ્યોગિક, શૈક્ષણિક, રોડ કનેક્ટિવિટી વિવિધ વિકાસલક્ષી માપદંડોનો આધાર લેવામાં આવ્યો છે. પ્લાનમાં ઈકોનોમિક, સ્કીલ ટ્રેનિંગ, ડેરી-ફાર્મિંગ, ઈન્ડસ્ટ્રીયલ, આદિવાસી વિકાસ સહિતના દરેક શહેર-જિલ્લા, ટાઉનની વિશેષતા, ભૌગોલિક પરિસ્થિતિ, ભવિષ્યમાં વિકાસની સંભાવના જેવા અનેક ક્ષેત્રોને પણ આવરી લેવામાં આવ્યા છે.
આ પણ વાંચો :-