વિક્કી કૌશલની પિરિયડ ડ્રામા ફિલ્મ ‘છાવા’એ બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચી દીધો છે. છાવા ઓટીટી પર રિલીઝ થઈ છે, છતાં બોક્સ ઓફિસ પર તેની સફર પૂરી થઈ નથી. વિક્કી કૌશલ, રશ્મિકા મંદન્ના અને વિનીત કુમાર સિંહની છવા 14 ફેબ્રુઆરીએ સિનેમા ઘરોમાં રિલીઝ થઈ હતી. ત્યારથી આ ફિલ્મ ઘણી જોવામાં આવી છે. જોકે, તેને 11મી એપ્રિલે OTT પર રિલીઝ કરવામાં આવી છે. તેને OTT પ્લેટફોર્મ Netflix પર સ્ટ્રીમ કરી શકાય છે. પરંતુ ફિલ્મે 66 દિવસમાં 600 કરોડનો આંકડો પાર કરી લીધો છે.
વિક્કી કૌશલની આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 600 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. બોક્સ ઓફિસ પર આ સિદ્ધિ મેળવનારી તે ત્રીજી હિન્દી ફિલ્મ બની છે. આ પહેલા પુષ્પા 2 અને સ્ત્રી 2 પણ બોક્સ ઓફિસ પર આ કારનામું કરી ચુકી છે. અહીં સૌથી મોટી વાત એ છે કે ઓટીટી પર રિલીઝ થયા પછી પણ દર્શકો થિયેટરોમાં પહોંચી રહ્યા છે.
લક્ષ્મણ ઉતેકર દ્વારા દિગ્દર્શિત છવા, મરાઠા યોદ્ધા છત્રપતિ સંભાજી મહારાજની બહાદુરીની વાર્તા દર્શાવે છે. 66મા દિવસે ફિલ્મે કુલ ₹600.10 કરોડની કમાણી કરી લીધી હતી. Netflix પર રિલીઝ થયા પછી પણ, ‘છાવા’ એ તેની વૈશ્વિક અપીલ જાળવી રાખી અને નોન-ઈગ્લિશ ફિલ્મ કેટેગરીમાં પાંચમા ક્રમે છે. આ ફિલ્મમાં વિક્કી કૌશલની સાથે રશ્મિકા મંદાન્ના, અક્ષય ખન્ના, આશુતોષ રાણા, દિવ્યા દત્તા અને ડાયના પેન્ટી સહિતના કલાકારો છે. સંગીત એ.આર. રહેમાનનું છે.