દેશના ૧૧ રાજ્યમાં ભારે વરસાદની સંભાવના, ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

Share this story

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. ત્યારે આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડ, દમણ અને દાદાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.જ્યારે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી ૨ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

ગુજરાતમાં 4 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી, જાણો ક્યાં પડશે અનરાધાર | Moneycontrol Gujaratiસુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેની આગાહી છે. મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના શહેરમાં છુટા છવાયા વરસાદની આગાહી છે. ખેડા, અમદાવાદ, આણંદ, દાહોદ મહીસાગર વડોદરામાં સામાન્ય વરસાદની આગાહી છે. બીજી તરફ સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલીમાં પડી શકે છુટોછવાયો વરસાદ વરસી શકે છે. તેમજ બે દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા હવામાન વિભાગે સૂચના આપી છે.

આગમન થયા પછી, દક્ષિણ પશ્ચિમ ચોમાસું ઘણા દિવસો સુધી ગુજરાતના અન્ય ભાગોમાં આગળ વધ્યું ન હતું. દક્ષિણ પશ્ચિમ ચોમાસું સામાન્ય રીતે ૧૫ જૂને ગુજરાતમાં પ્રવેશે છે અને ૨૫ જૂન સુધીમાં અમદાવાદ સહિત રાજ્યના અન્ય ભાગો અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આગળ વધે છે.

એમ અધિકારીઓએ જણાવ્યું હતું કે, તે ૨૫ જૂન સુધીમાં સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં અને 30 જૂન સુધીમાં સમગ્ર રાજ્યમાં પહોંચશે. IMD અનુસાર, દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લામાં સોમવારે સવારે ૬.૩૦ વાગ્યે પૂરા થયેલા ૨૪ કલાકના સમયગાળામાં ભારે વરસાદ થયો હતો. આ સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાતમાં અનેક સ્થળોએ તેમજ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડ્યો હતો. આગામી સપ્તાહે ગુજરાતના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે સુરેન્દ્રનગર, બોટાદ સહિતના જિલ્લાઓમાં ૪૧ ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. રાજકોટ, મહીસાગર, ખેડા, કચ્છ સહિતના જિલ્લાઓમાં ૩૯ ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. નવસારી, તાપી, સુરત સહિતના જિલ્લાઓમાં ૩૨ ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. ગીર સોમનાથ, પોરબંદર સહિતના જિલ્લાઓમાં ૩૩ ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.

કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર ઘાટ વિસ્તારો અને કર્ણાટકમાં પાંચ દિવસ સુધી વરસાદની સંભાવના છે. વળી, ગુજરાતમાં ૨૫ જૂન સુધી, કેરળ અને માહેમાં ૨૬ જૂન સુધી અને તમિલનાડુમાં ૨૬ જૂન સુધી સારો વરસાદ થઈ શકે છે. આગામી પાંચ દિવસ દરમિયાન મધ્યપ્રદેશ, વિદર્ભ અને છત્તીસગઢમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે વ્યાપક વરસાદ થવાની સંભાવના છે.

આ પણ વાંચો :-