Friday, Apr 25, 2025

કેન્દ્ર સરકારે ‘ચંદ્રયાન-5’ મિશન ને આપી મંજૂરી, ISRO પ્રમુખે કરી જાહેરાત

1 Min Read

કેન્દ્ર સરકારે મહત્વાકાંક્ષી ‘ચંદ્રયાન-5 મિશન’ને મંજૂરી આપી દીધી છે. આ મિશન હેઠળ ચંદ્રની સપાટીનો અભ્યાસ કરવા માટે 250 કિલોગ્રામ વજનનું રોવર મોકલવામાં આવશે. ઈસરોના અધ્યક્ષ વી. નારાયણને આ સમાચારની પુષ્ટી કરી અને કહ્યું કે આ મિશન જાપાનના સહયોગથી હાથ ધરવામાં આવશે. રવિવારે એક સન્માન સમારોહમાં બોલતા ISROના વડાએ કહ્યું કે ચંદ્રયાન-5 ને તાજેતરમાં જ લીલી ઝંડી આપવામાં આવી છે.

ઈસરોએ ચંદ્રયાન-3 મિશન સફળતાપૂર્વક લોન્ચ કર્યું હતું, જેમાં લેન્ડર ‘વિક્રમ’ એ 23 ઓગસ્ટ 2023ના રોજ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક ‘સોફ્ટ લેન્ડિંગ’ કર્યું હતું. આ ભારત માટે એક ઐતિહાસિક ક્ષણ હતી, જેણે સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું હતું.

અગાઉ ઇસરો ‘ચંદ્રયાન-4’ મિશન પર પણ કામ કરી રહ્યું છે, જેનો ઉદ્દેશ્ય ચંદ્ર પરથી માટી અને ખડકોના નમૂના લાવવાનો છે. અહેવાલો અનુસાર, તેને 2027માં લોન્ચ કરવામાં આવી શકે છે. ચંદ્રયાન મિશનનો ઉદ્દેશ્ય ચંદ્રની સપાટી અને ત્યાં હાજર ખનિજોનો અભ્યાસ કરવાનો છે. ઈસરોના વૈજ્ઞાનિકો આ દિશામાં સતત કામ કરી રહ્યા છે અને અવકાશ સંશોધનના ક્ષેત્રમાં ભારતને નવી ઊંચાઈઓ પર લઈ જઈ રહ્યા છે. ચંદ્રયાન-5 મિશનની જાહેરાત પછી દેશભરના વૈજ્ઞાનિક સમુદાયમાં ઉત્સાહ છે અને હવે બધાની નજર આ નવા મિશન પર ટકેલી છે.

Share This Article