Thursday, Oct 30, 2025

CBSE બોર્ડે ૧૦મી અને ૧૨મીની પરીક્ષા પહેલા કર્યો મોટો ફેરફાર

1 Min Read

CBSE બોર્ડે ૧૦મી અને ૧૨મીની પરીક્ષા પહેલા મોટો ફેરફાર કર્યો છે. બોર્ડે આ અંગે મહત્વની માહિતી જાહેર કરી છે. તેની સૂચના સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનની સત્તાવાર વેબસાઇટ cbse.gov.in પર પોસ્ટ કરવામાં આવી છે. આ મુજબ, વર્ષ ૨૦૨૪માં CBSE બોર્ડની પરીક્ષામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને વિભાગ, રેન્ક અથવા ડિસ્ટ્રિક્શન માર્કસ આપવામાં આવશે નહીં.

CBSE એ સત્તાવાર સૂચનામાં જણાવ્યું છે કે પરીક્ષા પેટા-નિયમોના પ્રકરણ ૭ ની પેટા કલમ ૪૦.૧ (૩) મુજબ, કોઈ ટકા કે ડિવિઝન આપવામાં આવશે નહીં. બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓના માર્કસની ટકાવારીની ગણતરીને લઈને ઘણી વખત સવાલો ઉભા થયા છે. આવી સ્થિતિમાં સીબીએસઈએ નિર્ણય લીધો છે કે કોઈ ડિવિઝનની ગણતરી કરવામાં આવશે નહીં. CBSEના આ નિર્ણયથી લાખો વિદ્યાર્થીઓને અસર થશે.

ભારદ્વાજે કહ્યું કે બોર્ડ માર્ક્સની ટકાવારીની ગણતરી, જાહેરાત કે સૂચના આપતું નથી. તેમણે કહ્યું કે જો હાયર એજ્યુકેશન કે રોજગારી માટે માર્ક્સની ટકાવારીની જરૂર હોય તો ઈન્સ્ટિટ્યૂટ કે નોકરી આપનાર ખુદ માર્ક્સની ગણતરી કરી શકશે. બોર્ડે માર્ક્સને લઇને મચેલી હોડલ અને અનહેલ્દી કોમ્પિટિશનથી બચવા માટે આ નિર્ણય કર્યો છે. અગાઉ બોર્ડે મેરિટ લિસ્ટ જારી કરવાની પ્રથા પણ ખતમ કરી હતી.

આ પણ વાંચો :-

Share This Article