Thursday, Oct 23, 2025

આઈસ્ક્રીમમાંથી માનવ આંગળી મળવાનો મામલો, FSSAIએ આઈસ્ક્રીમ કંપનીનું લાયસન્સ રદ કર્યું

2 Min Read

મહારાષ્ટ્રના પૂણેમાં આઈસ્ક્રીમમાંથી માનવ આંગળી મળવાનો મામલો સામે આવ્યો હતો. ત્યારે હવે માહિતી મળી રહી છે કે, FSSAI પશ્ચિમ પ્રદેશ કાર્યાલય દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવતા આઈસ્ક્રીમ કંપનીનું લાયસન્સ રદ કરી દેવામાં આવ્યું છે.

મુંબઈના મલાડ વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક વ્યક્તિએ ઓનલાઈન આઈસ્ક્રીમ ઓર્ડર કર્યો હતો, જેમાંથી એક આંગળી મળી આવી છે. અહેવાલ અનુસાર, મુંબઈના મલાડ વિસ્તારમાં એક મહિલાને આઈસ્ક્રીમ કોનની અંદર માનવ આંગળીનો ટુકડો મળ્યો જે તેણે ઓનલાઈન ઓર્ડર કર્યો હતો.

FSSAI પશ્ચિમ પ્રદેશ કાર્યાલયની એક ટીમ દ્વારા જણાવવામાં આવ્યું કે, આઈસ્ક્રીમ નિર્માતાના પરિસરની તપાસ કરવામાં આવી, જે બાદ આઈસ્ક્રીમ કંપનીનું લાયસન્સ રદ કરી દેવામાં આવ્યું. જો કે, આ મામલે અત્યાર સુધીમાં ફોરેન્સિક રિપોર્ટ સામે આવી નથી. આઈસ્ક્રીમની ડિલીવરી કરનાર આઈસ્ક્રીમ નિર્માતા ઇંદાપુર, પૂણેમાં સ્થિત છે અને તેમની પાસે કેન્દ્રીય લાયસન્સ પણ છે. આગળની તપાસ માટે FSSAIની ટીમે ફેક્ટરીના પરિસરમાંથી સેમ્પલ પણ કલેક્ટ કર્યા છે..

જણાવી દઈએ કે, મુંબઈના મલાડમાં એક ડોક્ટરે ઓનલાઈન આઈસ્ક્રીમ ઓર્ડર કરી હતી. આ આઈસ્ક્રીમમાંથી માનવ આંગળી મળી આવી હતી. ત્યારબાદ આ ઘટનાની જાણકારી મલાડ પોલીસને આપવામાં આવી હતી. મલાS પોલીસે આંગળીને ફોરેન્સિક તપાસ માટે મોકલીને આઈસ્ક્રીમ બ્રાન્ડ, યુમ્મોના સંચાલકીય સ્ટાફ સામે એફઆઈઆર દાખલ કરી હતી. જે બાદ પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.

આ પણ વાંચો :-

Share This Article