ભરૂચના અંકલેશ્વરમાં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં નેશનલ હાઈવે નંબર 48 ઉપર ફૂલ સ્પીડમાં દોડતી કાર ટ્રકના પાછળ ઘૂસી જતાં ભયાનક અકસ્માત થયો હતો. જેના પગલે કારમાં સવાર 7 લોકો પૈકી ત્રણ લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. અંકલેશ્વરના બાકરોલ નજીક અકસ્માત થયાની જાણ થતાં પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથધરી હતી. ગંભીર ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે કારની ટક્કર એટલી ભીષણ હતી કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. ઈજાગ્રસ્તોને બચાવવા માટે ક્રેન બોલાવવી પડી હતી. અકસ્માત બાદ લાંબો ટ્રાફિક જામ પણ થઈ ગયો હતો. હાલ આ મામલે પોલીસે કેસ નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
આ પણ વાંચો :-