Budget 2023: What has become cheaper
- મોદી સરકાર માટે આ બજેટ ખુબ જ અગત્યનું છે. કારણકે, વર્ષ 2024માં ફરી એકવાર દેશમાં લોકસભાની ચૂંટણીઓ યોજાનાર છે. ત્યારે એ પહેલાં મોદી સરકારે આ બજેટમાં મોટાપાયે લહાણી કરીને મતદારોને ખુબ કરી દીધાં છે. જાણો બજેટમાં શું સસ્તું થયું અને શું મોંઘું?
મોદી સરકારના બજેટની જાહેરાત પર સમગ્ર દેશની જનતાની નજર રહેતી હોય છે. કારણ કે સરકારના બજેટની (Government budgets) સીધી અસર લોકોના ખિસ્સા પર પડતી હોય છે. એજ કારણ છે કે આમ થઈ લઈને ખાસ દરેક માટે આ બજેટ (Budget 2023) મહત્ત્વનું હોય છે.
દેશના સામાન્ય બજેટની સામાન્યથી લઈને ખાસ વ્યક્તિઓ સુધી દરેક વ્યક્તિ રાહ જોતું હોય છે. દેશની જનતાની નજર પણ નાણામંત્રીના ભાષણ પર કેન્દ્રિત રહે છે. નાણામંત્રીના (Finance Minister) ભાષણની શરૂઆત સાથે જ લોકો જેની સૌથી વધુ રાહ જોતા હોય છે તે એ છે કે તેમના ખિસ્સાનો બોજ ઓછો થયો કે વધ્યો.
શું સસ્તું થશે?
નાણામંત્રીએ બજેટ ભાષણ દરમિયાન જાહેરાત કરી છે કે રમકડાં પરની કસ્ટમ ડ્યુટી ઘટાડીને 13 ટકા કરી દેવામાં આવી છે. એટલે કે હવે રમકડાં સસ્તા થશે. આ સાથે ઈલેક્ટ્રોનિક વાહનોમાં વપરાતી બેટરીઓ પરથી કસ્ટમ ડ્યૂટી હટાવી દેવામાં આવી છે અને મોબાઈલ ફોનમાં વપરાતી લિથિયમ બેટરી પરની કસ્ટમ ડ્યૂટીમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જેને કારણે એવું અનુમાન લગાવી શકાય કે મોબાઈલ ફોન અને ઈલેકટ્રીક વાહનો સસ્તા થશે.
શું મોંઘું થશે ?
સાથે જ બજેટમાં કેટલીક વસ્તુઓ મોંઘી પણ કરવામાં આવી છે. તેમાં સિગારેટ પર ડિઝાસ્ટર સંબંધિત ડ્યુટી વધારી દેવામાં આવી છે. નાણામંત્રીના જણાવ્યા અનુસાર સિગારેટ પર આકસ્મિક ડ્યુટી 16 ટકા વધારી દેવામાં આવી છે. આ પછી સિગારેટ મોંઘી થઈ ગઈ છે. આ સિવાય સોના, ચાંદી અને પ્લેટિનમથી બનેલી આયાતી જ્વેલરી મોંઘી થઈ ગઈ છે.
બજેટની રજૂઆત પહેલા જ એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે 2024માં આવનારી લોકસભાની ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારનું આ છેલ્લું પૂર્ણ બજેટ લોકપ્રિય બનશે. એક તરફ જ્યાં ટેક્સ સ્લેબમાં ફેરફારના સંકેત દેખાઈ રહ્યા હતા. તો બીજી તરફ ખેડૂતોથી લઈને શેરી વિક્રેતાઓ અને મજૂરો સુધીના દરેક ક્ષેત્રના લોકોને બજેટમાં રાહત મળવાની આશા હતી.
આ પણ વાંચો :-
- 35 વર્ષની ઉંમરે 10 વખત દુલ્હન બની છે આ અભિનેત્રી, લગ્નના થોડા દિવસ પહેલાં જ તૂટી ગઈ હતી સગાઈ
- સુરતનાં બિલ્ડર સંજય મોવાલિયાએ ઘોર મંદીમાં બેંકનાં ૨૬૬ કરોડ ચૂકવીને દૂધેથી નાહી લીધું !