ઈન્ડિગો એરલાઈન્સની બે ઈન્ટરનેશનલ ફ્લાઈટને બોમ્બની ધમકી મળ્યા બાદ મુંબઈ એરપોર્ટ પર ખળભળાટ મચી ગયો છે. આ પહેલા મુંબઈથી ન્યૂયોર્ક જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળી હતી, ત્યારબાદ ફ્લાઈટનું દિલ્હીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. ઈન્ડિગો ફ્લાઈટ 6E 1275, મુંબઈથી મસ્કત જઈ રહી હતી, જ્યારે ઈન્ડિગો ફ્લાઈટ 6E 56 મુંબઈથી જેદ્દાહ જઈ રહી હતી. બંનેને બોમ્બની ધમકી મળતાં સુરક્ષા એલર્ટ જાહેર કરવામાં આવી હતી.
ઈન્ડિગોના પ્રવક્તાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે બંને વિમાનોને બોમ્બની ધમકી મળતા જ સુરક્ષા પ્રોટોકોલ મુજબ બંનેને તરત જ એરપોર્ટથી અલગ અલગ વિસ્તારમાં ખસેડવામાં આવ્યા હતા. એરક્રાફ્ટને અલગ અલગ જગ્યાએ પાર્ક કરવાનો હેતુ મુસાફરો અને એરપોર્ટના બાકીના ભાગને સંભવિત જોખમોથી સુરક્ષિત રાખવાનો હતો. પ્રવક્તાએ કહ્યું હતું કે SOP હેઠળ ફરજિયાત સુરક્ષા તપાસ તરત જ શરૂ કરવામાં આવી હતી. એરપોર્ટ સુરક્ષા ટીમ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને અન્ય સંબંધિત એજન્સીઓ આ તપાસમાં સામેલ હતી.
સુરક્ષા તપાસ દરમિયાન તમામ મુસાફરોને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા હતા. ઈન્ડિગોએ કહ્યું હતું કે મુસાફરોની સુરક્ષા તેમની પ્રાથમિકતા છે અને મુસાફરોને કોઈ નુકસાન ન થાય તે માટે દરેક પગલા લેવામાં આવી રહ્યા છે. એરલાઇન્સ અને એરપોર્ટ સ્ટાફ દ્વારા મુસાફરોને યોગ્ય માહિતી અને સહાય પૂરી પાડવામાં આવી રહી છે. બોમ્બની ધમકી મળ્યા બાદ સુરક્ષા દળોએ મામલાની તપાસ શરૂ કરી દીધી છે. ધમકી ક્યાંથી અને કોણે આપી તે જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તપાસ એજન્સીઓ એ પણ સુનિશ્ચિત કરી રહી છે કે આ ધમકી પાછળ કોઈ ખરો ખતરો છે કે નહીં.
આ પણ વાંચો :-