વડોદરા શહેરની નવરચના સ્કૂલના પ્રિન્સિપાલને એક ધમકી ભર્યો ઈ-મેલ મળ્યો છે. જેમાં શાળા અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળતા પોલીસ તંત્ર દોડતું થયું હતું. ક્રાઈમ બ્રાન્ચ પીસીબી એસઓજી સ્થાનિક પોલીસ સહિતનો સ્ટાફ નવ રચનાની તમામ બ્રાન્ચ અને યુનિવર્સિટીમાં દોડી ગઈ હતી અને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જો કે અંતે એવી કોઈ શંકાસ્પદ ચીજ વસ્તુ મળી નહીં આવતા શાળા સંચાલકો અને પોલીસ તંત્ર રાહતનો દમ લીધો છે.

નવરચના સ્કૂલના પ્રિન્સિપાલને આજે નવરચના યુનિવર્સિટી અને શાળાઓને બોંબથી ઉડાવી દેવાની ધમકીભર્યો ધમકીભર્યો ઈમેઈલ મળ્યો હતો. ઈમેઇલમાં પાઈપલાઈનમાં બોંબ મુક્યો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જોકે, આ અંગેની પોલીસને જાણ કરાતા તરત જ કાર્યવાહી કરવામાં આવી હતી. ધમકીને પગલે BDSની ટીમની સ્કૂલ, યુનિવર્સિટીમાં તપાસ કરવા પહોંચી છે. યુનિવર્સિટી અને શાળાઓમાં બોંબ સ્ક્વોર્ડ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ક્રાઈમ બ્રાન્ચ, PCB પોલીસની ટીમ પણ સ્કૂલ અને યુનિવર્સિટી પર દોડી આવી હતી.
ઘટના અંગે વધુ મળતી માહિતી પ્રમાણે નવરચના યુનિવર્સિટી બિલ્ડિંગમાં બોમ્બની ધમકી મળી ન હોવાથી ખાલી કરાવવામાં આવ્યું નથી. હાલ ત્રણેય સ્કૂલમાં બાળકોને પ્રવેશ અપાયો નથી. જોકે, તમામ વિદ્યાર્થીઓ અને પ્રોફેસરના બેગ પણ ચેક કરવામાં આવી રહ્યા છે. યુનિવર્સિટી બિલ્ડિંગને ખાલી કરાવવામાં આવ્યું નથી. યુનિવર્સિટી બિલ્ડિંગમાં વિદ્યાર્થીઓ-પ્રોફેસરો જઈ રહ્યા છે. માત્ર સ્કૂલ બિલ્ડિંગમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી.
આ પણ વાંચો :-