Wednesday, Dec 10, 2025

ભરૂચના ઝઘડિયા GIDCમાં પ્લાન્ટમાં બ્લાસ્ટ, એકનું મોત

1 Min Read

ભરૂચના ઝઘડિયા GIDC વિસ્તારમાં આવેલા નાઈટ્રેકસ કંપનીના પ્લાન્ટમાં થયેલા બ્લાસ્ટથી એક વ્યક્તિનું મોત થયું છે. રસાયણિક પ્રક્રિયા દરમ્યાન બોલ ડાઈઝેસ્ટરમાં થયેલા આ જોરદાર વિસ્ફોટમાં નજીકમાં કામ કરતા બે કામદારો ગંભીર રીતે ઘવાયા હતા. જેમાંથી એક કામદારનું ઘટનાસ્થળે જ મોત થયું છે જ્યારે બીજાની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. બ્લાસ્ટ એટલો ગંભીર હતો કે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાઈ રહ્યા હતા, જેના કારણે પ્લાન્ટ વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો.

કેમિકલ રિએક્શન દરમિયાન થયો વિસ્ફોટ
પ્રાથમિક માહિતી અનુસાર, કંપનીના પ્લાન્ટમાં કેમિકલ રિએક્શનની પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે બોલ ડાઈઝેસ્ટરમાં અચાનક જોરદાર વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટની નજીકમાં કામ કરી રહેલા બે શ્રમિકો પૈકી એકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અન્ય એક ગંભીર ઈજાગ્રસ્ત શ્રમિકને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.

બ્લાસ્ટથી લોકોમાં ભયનો માહોલ
આ બ્લાસ્ટ એટલો ગંભીર હતો કે વિસ્ફોટનો અવાજ દૂર સુધી સંભળાયો હતો, અને પ્લાન્ટમાંથી ધૂમાડાના ગોટેગોટા આકાશમાં દૂર દૂર સુધી દેખાઈ રહ્યા હતા. આ ઘટનાને પગલે સમગ્ર GIDC વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. કંપનીના અન્ય કર્મચારીઓ અને નજીકના પ્લાન્ટના શ્રમિકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.

Share This Article