મધ્યપ્રદેશમાં ફટાકડાં ફેક્ટરીમાં વિસ્ફોટની ઘટના સામે આવી રહી છે. ફેક્ટરીમાં એક પછી એક વિસ્ફોટના અવાજ સંભળાઈ રહ્યા છે. જેના લીધે ઊંચી ઊંચી આગની જ્વાળાઓ ઊઠી રહી છે. આ ફેક્ટરીમાં કામ કરનારા અનેક લોકો તેમાં ફસાયા હોવાની આશંકા છે. કેટલાક અહેવાલોમાં ૫ લોકોના મોતનો દાવો કરવામાં આવી રહ્યો છે. જોકે અત્યાર સુધી મૃતકાંકની પુષ્ટી થઇ શકી નથી.
ફટાકડાં ફેક્ટરી ગેરકાયદે રીતે સંચાલિત થતી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જેના લીધે આજુબાજુના ૬૦થી વધુ મકાનો વિસ્ફોટ અને આગની લપેટમાં આવી ચૂક્યા હતા. ૨૫થી વધુ લોકોને જિલ્લા હોસ્પિટલે ખસેડાયા હોવાની માહિતી છે. ૧૦૦થી વધુ મકાનોને ખાલી કરાવવામાં આવી રહ્યા છે.
ઘટનાસ્થળે ફાયરબ્રિગેડની ટીમ પહોંચી ગઈ છે અને જેમ તેમ કરીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેના પછી જ લોકોના રેસ્ક્યૂની કાર્યવાહી શરૂ થઇ શકશે. આગની જ્વાળાઓ પર કાબૂ મેળવવામાં એટલા માટે પણ વિલંબ થઈ રહ્યો છે કેમ કે ત્યાં ફટાકડાંનો જથ્થો પુષ્કળ પ્રમાણમાં છે. જેના લીધે આગ વધુને વધુ ભડકી રહી છે. સતત વિસ્ફોટના અવાજો સંભળાઈ રહ્યા છે. આ દરમિયાન તંત્રના ટોચના અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યાની માહિતી મળી રહી છે. હજુ ફેક્ટરીમાં કેટલાં લોકો ફસાયા છે તેના વિશે કોઈ ચોક્કસ માહિતી નથી.
આ પણ વાંચો :-