Wednesday, Oct 29, 2025

બોમ્બ ધડાકા રોકવા હમાસનું બ્લેકમેઇલિંગ!, બંધક ઈઝરાયલની યુવતીનો જાહેર કર્યો વીડિયો

3 Min Read

હમાસ અને ઈઝરાઇલ વચ્ચેના યુદ્ધે હવે ભયાનક રૂપ લીધુ છે. હમાસે ઈઝરાઇલ પર કરેલા અચાનક હુમલા બાદ ઈઝરાઇલે યુદ્ધનું એલાન કરી દીધુ હતું. આતંકવાદી સંગઠન હમાસે ગત ૭ ઓક્ટોબરના રોજ ઈઝરાઇલની સરહદમાં ઘૂસીને હુમલો કર્યો હતો ત્યારે તેઓએ અનેક ઈઝરાઇલી અને વિદેશી નાગરિકોનું અપહરણ પણ કરી લીધુ હતું. હવે હમાસે એક ઈઝરાઇલી મહિલાનો વીડિયો શેર કર્યો છે. હમાસની સૈન્ય શાખા ઈજ્જ અદ દીન-અલ-કસ્સામ બ્રિગેડે સોમવારે આ વીડિયો શેર કર્યો હતો. ઈઝરાઇલ અને ફ્રાન્સની બેવડી નાગરિકતા ધરાવતી ૨૧ વર્ષીય મિયા શેમ વીડિયોમાં નજર આવી રહી છે. આ વીડિયો પર ઈઝરાઇલની સેનાએ કહ્યું છે કે આતંકવાદીઓ પોતાને માણસ તરીકે દેખાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

વીડિયોમાં નજર આવી રહ્યું છે કે, મિયાના બંને હાથ પર પટ્ટીઓ બાંધેલી છે અને એક વ્યક્તિ જેનો ચહેરો નથી દેખાઈ રહ્યો તે મિયાના હાથ પર પટ્ટી બાંધી રહ્યો છે. વીડિયોમાં મિયા કહી રહી છે કે ‘આ લોકો મારું ધ્યાન રાખી રહ્યા છે અને મારી સારવાર કરી રહ્યા છે. બધું બરાબર છે. મિયાએ કહ્યું કે, ‘હું માત્ર એટલું જ ઈચ્છું છું કે, શક્ય તેટલી વહેલી તકે મારા ઘરે પરત ફરુ. કૃપા કરીને અમને અહીંથી બહાર કાઢો. હમાસના આતંકવાદીઓએ છેલ્લા દિવસોમાં ઈઝરાઇલના સેડરોટ શહેરમાંથી મિયા સહિત ઘણા લોકોનું અપહરણ કરી લીધુ હતું. મિયા ગાઝા સરહદ નજીક સુકુત મ્યૂઝિક કોન્સર્ટમાં હાજરી આપવા કિબુત્ઝ રીમ ગઈ હતી અને ત્યાંથી જ હમાસના લોકોએ મિયાનું અપહરણ કરી લીધુ હતું.

ઈઝરાઇલની સેનાએ સોશિયલ મીડિયા પર આ વીડિયો પર એક પોસ્ટ શેર કરી છે જેમાં IDFએ લખ્યું કે મિયાનું ગયા અઠવાડિયે અપહરણ કરવામાં આવ્યું હતું. IDFએ આ અંગે મિયાના પરિવારને જાણ કરી હતી અને તે પીડિતાના પરિવારના સતત સંપર્કમાં છે. હમાસ દ્વારા શેર કરવામાં આવેલો વિડિયો પોતાને માણસ તરીકે બતાવવાનો પ્રયત્ન છે. પરંતુ તે એક ખૂંખાર આતંકવાદી સંગઠન છે અને તે જ મહિલાઓ, બાળકો અને વૃદ્ધોની હત્યા અને અપહરણ માટે જવાબદાર છે. IDFએ જણાવ્યું હતું કે તે મિયા સહિત તમામ અપહરણ કરાયેલા લોકોને પરત લાવવા માટે ગુપ્તચર ઓપરેશન ચલાવી રહી છે.

આ પણ વાંચો :-

Share This Article