રાજયની ચુંટણીમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ‘પનોતી‘ શબ્દનો ઉપયોગ કરીને અને કોંગ્રેસ પક્ષે ‘પનોતી તુમ કબ જાઓગે’ તેવા પોષ્ટર બનાવી પ્રચાર કરતા ભાજપે હવે રાહુલ ગાંધીને ‘ટ્યુબલાઈટ’ તરીકે ગણાવ્યા હતા.
ઓફ-ઓન થતી ટ્યુબલાઈટ જેવા તેઓ હોવાનું જણાવતા પોષ્ટર અને તેના પર ફયુઝ ટ્યુબલાઈટ તરીકે લખાયું છે અને લખ્યું કે કોંગ્રેસ પ્રેઝન્ટ મેઈડ ઈનચાઈના અને પછી પોષ્ટમાં રાહુલ ગાંધી ઈન એન્ડ એડ ટ્યુબલાઈટ લખાયું છે. ફિલ્મ ટયુબલાઈટના પોષ્ટરને એડીટ કરીને આ પોષ્ટર બનાવાયું છે અને સલમાનના સ્થાને રાહુલની તસ્વીર મુકાઈ છે.
૨૦૨૦ના ચુંટણી પ્રચારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધીને ટ્યુબલાઈટ જેવા ગણાવ્યા હતા. લોકસભામાં રાષ્ટ્રપતિના ભાષણ પરથી ચર્ચાનો જવાબ વાળતા મોદીએ કહ્યુ હતું કે હું ૩૦-૪૦ મીનીટ સુધી બોલતો રહ્યો છું પણ ત્યાં કરન્ટ પહોંચતા લાંબી વાર લાગે છે. ઘણી ટ્યુબલાઈટ આવી હોય છે. મોદીએ એવું પણ જણાવ્યું કે કોંગ્રેસ નેતાએ અગાઉ એવું કહ્યું હતું કે છ માસમાં યુવાનો મોદીને દંડા મારશે. તેથી હવે વધુ સુર્ય નમસ્કાર કરવા નિર્ણય લીધો છે. જેથી કોઈ દંડા મારે તો મારી પીઠ તે સહન કરવા મજબૂત બને.
આ પણ વાંચો :-
• ફરી થી પંજાબમાં ખેડૂતોનો આંદોલન શરૂ થયું લડતના મુદ્દા જાણો