સુરતમાં ડિમોલેશન કરવા ગયેલી મનપા ટિમને ભાજપ કોર્પોરેટરના પુત્રએ ધમકાવ્યા

Share this story

સુરત મહાનગરપાલિકામાં ભાજપનું શાસન છે. ત્યારે ભાજપના કોર્પોરેટર કરતાં પણ તેમના પરિવારના સભ્યોમાં વધારે પાવર આવી ગયો હોય તેવું સામે આવ્યું છે. પાંડેસરાના બમરોલી વિસ્તારમાં ભાજપના મહિલા કોર્પોરેટર ગીતા રબારી છે. જો કે, ગીતા રબારીના સંતાનો માતાની સત્તાનો દૂરુપયોગ કરતાં હોવાનું સામે આવ્યું છે. જેથી ભાજપને વિપક્ષ નહીં પરંતુ પોતાના જ પક્ષના સભ્યોથી નુકસાન થઈ રહ્યું હોવાનું સામે આવ્યું છે.

ભાજપના કોર્પોરેટરના પુત્રની દાદાગીરીની પાલિકામાં ભારે ચર્ચા ચાલી રહી છે. પાલિકાની ટીમ ગેરકાયદેસર બાંધકામ તોડવા ગઈ હતી. આ દરમિયાન ડિમોલેશન અટકાવવા માટે થઈને ટીમને ઓળખાણ આપીને ધમકાવવામાં આવી હતી. બમરોલીના કોર્પોરેટર ગીતા રબારીના પુત્ર મયુર રબારીએ દાદાગીરી કરી હતી. દબાણ તોડવા ગયેલી મનપાની ટીમને ભ્રષ્ટાચારના કેસમાં નાખી દેવાની ધમકી આપવામાં આવી હતી. સાથે જ જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી.

વડોદરા ભાજપના મહિલા કોર્પોરેટરના પિતાની દાદાગીરી સામે આવી હતી, વોર્ડ ૭ના ભાજપના નગરસેવિક ભૂમિકા રાણાના પિતા લાકડી લઇને મારવા પહોંચ્યા હતા. કોર્પોરેટરના પિતાએ પૂર્વ કોર્પોરેટર જાગૃતિ રાણાના બાંકડા હટાવતા વિવાદ થયો હતો. સ્થાનિકોએ વિરોધ કરતા કોર્પોરેટરના પિતા લાકડી લઇ પહોંચ્યા હતા. વાયરલ વીડિયોમાં સ્થાનિકોએ કોર્પોરેટરના પિતાને દારૂનો નશો કર્યો હોવાનું પૂછ્યું હતું. કોર્પોરેટરના પિતાએ નશો કર્યો હોવાની કબૂલાત કરી હતી. અગાઉ પણ ભૂમિકા રાણાના પિતા વિવાદમાં આવી ચુક્યા છે.

આ પણ વાંચો :-