HomeInternationalઈતિહાસની સૌથી મોટી ચોરી: 400 કિલો સોનાની ચોરી કેસમાં વધુ એક આરોપી...

ઈતિહાસની સૌથી મોટી ચોરી: 400 કિલો સોનાની ચોરી કેસમાં વધુ એક આરોપી ઝડપાયો

Date:

Related stories

નેપાળ પૂરનો કહેર વધતાં 105 ભારતીયો લાપતા, રેસ્ક્યુ ઓપરેશન તેજ

નેપાળમાં આજે સવારે આવેલા અચાનક ફ્લેશ ફ્લડે થોડા જ...

VIDEO: તિબેટ બોર્ડર પર કાળ બની ભોટે કોશી નદી! નેપાળમાં ભારે તબાહી આવતા હજારો લોકો લાપતા

હિમાલયની સરહદે અચાનક ધસી આવેલા પાણીના પ્રવાહએ નેપાળને હચમચાવી...

પગાર ઓછો હોય તો પણ કરોડનું ફંડ? સમજો SIP નું આખું ગણિત

દર મહિને માત્ર ₹2,000નું રોકાણ અને ભવિષ્યમાં ₹1 કરોડથી...

ઇન્જેક્શન અસલી કે નકલી? ₹1 લાખની દવાના સેમ્પલે ખોલ્યું મોટું રહસ્ય

કેન્સરની દવા દર્દીઓને સરકારી હોસ્પિટલમાં મફતમાં મળવી જોઈએ, પણ...

કેનેડાના ઈતિહાસમાં અત્યાર સુધીની સૌથી મોટી ગણાતી 20 મિલ્યન ડોલરના સોનાની ચોરીના મામલે તપાસ એજન્સીને વધુ એક મોટી સફળતા મળી છે. ‘પ્રોજેક્ટ 24K’ તરીકે ઓળખાતા આ હાઈ-પ્રોફાઈલ કેસમાં પીલ રિજનની પોલીસે વધુ એક મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. વર્ષ 2023માં જ્યારે આ ચોરી થઈ ત્યારે 400 કિલો સોનું ચોરાયાની ઘટનાએ સમગ્ર વિશ્વમાં સનસનાટી મચાવી દીધી હતી.

મળતી માહિતી પ્રમાણે 43 વર્ષીય અરસલાન ચૌધરીને ટોરન્ટોના પિયર્સન ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી અટકાયતમાં લેવામાં આવ્યો છે. તેની પર 5,000 ડોલરથી વધુની ચોરી, ગુનાહિત સંપત્તિ રાખવી અને ગંભીર કાવતરું ઘડવા જેવા ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે. 17 એપ્રિલ 2023ના રોજ સ્વિટ્ઝરલેન્ડના ઝ્યુરિચથી આવેલી ફ્લાઇટમાંથી ઉતારેલું સોનું ગણતરીના કલાકોમાં જ એરપોર્ટના સુરક્ષિત વિસ્તારમાંથી ચોરી કરાયું હતું, જેમાં અરસલાનની ભૂમિકા શંકાસ્પદ માનવામાં આવી રહી છે.

માસ્ટરમાઈન્ડનું ભારત કનેક્શન અને ફરાર આરોપીઓ
આ લૂંટમાં એર કેનેડાના ભૂતપૂર્વ કર્મચારીઓનું કનેક્શન પણ સામે આવ્યું છે. ૩૩ વર્ષીય સિમરન પ્રીત પનેસર, જે અગાઉ એરલાઈન્સમાં કામ કરતો હતો, તેણે સિસ્ટમમાં છેડછાડ કરીને સોનાના કન્સાઈનમેન્ટને ડાઇવર્ટ કરવામાં મદદ કરી હોવાનો આક્ષેપ છે.

પોલીસને શંકા છે કે પનેસર હાલમાં ભારતમાં છુપાયેલો છે. ગત વર્ષે તેને ચંદીગઢ પાસે ટ્રેસ કરવામાં આવ્યો હતો અને તેની ધરપકડ માટે આંતરરાષ્ટ્રીયસ્તરે વોરંટ જારી કરવામાં આવ્યું છે. અન્ય એક આરોપી આર્ચિત ગ્રોવર પણ મે 2024માં ભારતથી પરત ફરતી વખતે એરપોર્ટ પરથી જ ઝડપાયો હતો.

કેનેડા પોલીસે અત્યાર સુધીમાં આ કેસમાં કુલ 10 શખસની ઓળખ કરી છે. ધરપકડ કરાયેલા લોકોમાં પરમપાલ સિદ્ધુ, અમિત જલોટા, પ્રસાથ પરમલિંગમ અને અલી રઝા જેવા નામો સામેલ છે. રસપ્રદ વાત એ છે કે, આ ગેંગ અમુક સભ્યો શખસ સોનાની ચોરી જ નહીં, પરંતુ હથિયારોની હેરાફેરીમાં પણ સંડોવાયેલા છે. ઉલ્લેખનીય છે કે આરોપી કિંગ મેકલીન હાલમાં અમેરિકાની જેલમાં હથિયારોની તસ્કરીના કેસમાં બંધ છે. પોલીસ હજુ પણ ગાયબ થયેલા સોના અને બાકીના આરોપીઓને શોધવા માટે અમેરિકા અને ભારતની એજન્સી સાથે સતત સંપર્કમાં છે.

Subscribe

Latest stories