સુરતના સચિન વિસ્તારમાં વર્ષ 2007માં પતિએ પત્નીની હત્યા કરી હતી, જેમાં આરોપીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારતા તે લાજપોર જેલમાં હતો. આ દરમ્યાન વર્ષ 2016થી આરોપી પેરોલ રજા મેળવી ફરાર થઈ ગયો હતો. આ દરમ્યાન સચિન પોલીસની ટીમે આરોપીને કરિયાણાથી ઝડપી પાડયો હતો. આરોપીએ બીજી યુવતી સાથે લગ્ન પણ કરી લીધા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું
સુરતના સચિન વિસ્તારમાં વર્ષ 2007માં હત્યાનો બનાવ બન્યો હતો, જેમાં આરોપી સુરેન્દ્ર કલ્લુ પ્રસાદ વર્માએ તેની પત્નીની હત્યા કરી હતી. પોલીસે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ ગુનામાં કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતી અને આરોપી જ્યુડિશિયલ કસ્ટડીમાં લાજપોર જેલમાં કેદ હતો. આ દરમ્યાન વર્ષ 2016માં આરોપી 28 દિવસની પેરોલ રજા મેળવી ફરાર થઈ ગયો હતો અને છેલ્લા 9 વર્ષથી આરોપી ફરાર હતો.
આ દરાયાન સુરતમાં પોલીસ દ્વારા ઓપરેશન કારાવાસ અંતર્ગત એટલે કે જે પેરોલ ફર્લો રજા પરથી ફરાર થયા કોય એવા આરોપીઓને પકડવા સઘન ઝુંબેશ શરુ કરવામાં આવી હતી. જે અંતર્ગત સચિન પોલીસ દ્વારા આ આરોપીને પકડવા તપાસ હાથ ધરી હતી અને ગત 6 ડિસેમ્બર 2025ના રોજ આરોપીના વતન ઉતર પ્રદેશના કવી ચિત્રકૂટ જિલ્લામાં ગઈ હતી. જ્યાં આરોપીના ઘરે તપાસ કરતા તે મળી આવ્યો ન હતો અને તેના પરિવારની પૂછપરછ કરતા પરિવારે જણાવ્યું હતું કે છેલ્લા 7 થી 8 વર્ષથી પરિવારના સંપર્કમાં નથી અને કાં રહે છે તેની પણ ખબર નથી.
આથી પોલીસે કર્વી ખાતેના રિક્ષા સ્ટેન્ડો ઉપર આરોપીના ફોટો તેમજ નામથી ઓળખ માટેની પૂરી કોશિશ કરી હતી. જ્યાંથી પોલીસને જાણવા મળ્યું હતું કે આરોપી 6 મહિના અગાઉ કુર્વીમાં જોવા મળ્યો હતો અને તે તેના સાળાના લગ્ન પ્રસંગે શંકરગજ ખાતે આવ્યો હતો અને આશરે આઠેક વર્ષ પહેલા નવી દુનિયા બનકટ તરીકે ભાડૂઆત તરીકે રડતો હતો.
આથી પોલીસે તે જગ્યાએ તપાસ કરતા આરોપી હાલમાં શું કામ ધંધો કરે છે તેની કોઈ માહિતી મળી ન હતી, પરંતુ આરોપી બીજા લગ્ન કરીને પરિવાર સાથે કરિયાણા ગુરુગ્રામ ઘાટા ગામ ખાતે રહેતો હોવાની માહિતી મળી હતી.
આથી પોલીસની ટીમ યુપીથી કરિયાણા ગઈ હતી. જ્યાં ગત 12 ડિસેમ્બરના રોજ આરોપીની વોચમાં હતી અને 8 કલાક વેશ પલટો કરીને આરોપીના વોચમાં બેસી હતી દરમ્યાન આરોપી આરોપી રાત્રીના દસેક વાગ્યે પોતાના ઘરે આવ્યો હતો અને પોતાના બાળકને લઈને દુકાને કઈક વસ્તુ લેવા જતા આરોપીને પકડી પાકયો હતો.