સુરત ખાતે રહેતા બલડણિયા કોટડી પરિવારના ૮ લોકો પોઈચા પાસે આવેલ નર્મદા નદીમાં ડૂબ્યા છે. મૂળ અમરેલીના હાલ સુરત રહેતા ૮ પ્રવાસીઓ પોઈચામાં નદીમાં ડૂબ્યાં હોવાની માહિતી મળી રહી છે. પોઈચામાં નર્મદા નદીમાં ન્હાવા પડતા એક પછી એક ૮ લોકો ડૂબ્યા હતા. ૩ બાળકો સાથે ૮ લોકો નદીમાં ડૂબ્યા હતા. સ્થાનિક યુવકોએ એક યુવકને ડૂબતા બચાવ્યો હતો. ૭ લોકોની શોધખોળ ચાલુ છે. રાજપીપળા નગર પાલિકાનાં ફાયર ફાઈટરે શોધખોળ હાથ ધરી છે.
સુરતથી કેટલાક લોકો પોતાના વાહનમાં પોઇચા આવ્યા હતા. જ્યાં પરિવારના કેટલાક લોકો કિનારે બેઠા હતા અને આઠ જેટલા લોકો નર્મદા નદીમાં નાહવા ગયા હતા. આ દરમિયાન નર્મદા નદીના વહેણમાં ત્રણ બાળકો સહિત આઠ લોકો ડૂબ્યા હતા. આ લોકોના ડૂબ્યાની જાણ થતા સ્થાનિક નાવિકોએ તેમને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો.
બચાવ બચાવની બૂમો ઉઠતા સ્થાનિક નાવિકો પણ બચાવવા પાણીમાં કુદયાં અને એક વ્યક્તિનો આબાદ બચાવ પણ કરી લેવામાં આવ્યો છે જ્યારે બાકીના ૭ લોકો હજુ મળ્યા નથી અને તેમની શોધખોળ કરવામાં આવી રહી છે.
- ભરતભાઈ મેઘાભાઈ બલદાણિયા
- આરનવ ભરતભાઈ બલદાણિયા
- મૈત્ર્ય ભરતભાઈ બલદાણિયા
- વ્રજ હિંતમભાઈ બલદાણિયા
- આર્યન રાજુભાઈ ઝીંઝાળા
- ભાર્ગવ અશોકભાઈ હડિયા
- ભાવેશ વલ્લભભાઈ હડિયા
મૂળ અમરેલીના રહેવાસી અને હાલ સુરત રહેતા પરિવાર આજે સવારે રાજપીપળા પાસે આવેલા પોઇચા ગામે સ્વામીનારાયણ મંદિર તેમજ અન્ય ધાર્મિક સ્થાનોના દર્શનાર્થે નીકળ્યા હતા. ત્યારે પોઇચા નજીક નર્મદા નદીમાં પરિવાર નાહવા ઉતર્યા હતા. રાજપીપળા ટાઉન પોલીસ, રાજપીપળા નગરપાલિકાના ફાયર ફાઇટરો પોઇચા પહોચ્યા શોધખોળ હાથ ધરી હતી. એટલા માટે જો તમે વેકેશનમાં કોઈ જગ્યા પર પ્રવાસે જોઈ રહ્યા છો તો અજાણ્યા પાણીમાં જતાં પહેલા ચેતજો, અજાણ્યા પાણીમાં આ પ્રકારે ન્હાવા કુદવાથી તમારા પ્રવાસની મજા બગડી શકે છે.
આ પણ વાંચો :-