Saturday, Sep 13, 2025

હોંશે હોંશે પીઝા ખાનારા ચેતી જજો, આ બ્રાન્ડના પિત્ઝાના

3 Min Read

હોંશે હોંશે પીઝા ખાનારા ચેતી જજો, આ બ્રાન્ડના પિત્ઝાના

  • Pizza Sample Fail : સુરતના આરોગ્ય વિભાગ દ્વારા પિઝા વેચતા એકમોમાં જઈને ચીઝના નમુના એકત્ર કરાયા હતા. તમામ દુકાનોમાં વપરાતા ચીઝ, માયોનીઝના સેમ્પલ ધારાધોરણ મુજબના આવ્યા નથી.

ગુજરાતીઓનો (Gujarati) સ્વાદનો ચટાકો બહુ ભારે. તેમાં પણ દરેકની પસંદ પિઝા (Pizza) પહેલી હોય છે. વિકેન્ડ હોય કે પાર્ટી પિઝા જોઈન્ટસ પર હંમેશા ભીડ રહેતી હોય છે. સ્વાદના શોખીન ગુજરાતીઓને હવે આ ચટાકો ભારે પડી રહ્યો છે. માર્કેટમાં હવે હલકી કક્ષાની ખાણીપીણીની વસ્તુઓ વેચાઈ રહ્યાં છે. આ વસ્તુઓ લોકો બહુ શોખથી ખાઈ રહ્યાં છે. પરંતુ શું તમને ખબર છે કે પિઝામાં હલકી કક્ષાનું ચીઝ અને માયોનીઝ વપરાઈ રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી સુરતમાં આરોગ્ય વિભાગ (Department of Health) એક્ટિવ બન્યું છે.

ખાણીપીણીના વિવિધ એકમો પર દરોડા પાડીને સેમ્પલ લેવામાં આવી રહ્યાં છે. આવામાં પીઝા હટ અને લાપીનોઝમાં વપરાતી ચીઝ હલકી કક્ષાની હોવાનો ઘટસ્ફોટ થયો છે. કુલ 6 એકમોમાં 40 કિલો ચીઝનો નાશ કરાયો છે. સુરતના આરોગ્ય વિભાગ દ્વારા પિઝા વેચતા એકમોમાં જઈને ચીઝના નમુના એકત્ર કરાયા હતા. તમામ દુકાનોમાં વપરાતા ચીઝ, માયોનીઝના સેમ્પલ ધારાધોરણ મુજબના આવ્યા નથી.

એમ કહો કે આ પીઝા માટે ફેમસ બ્રાન્ડ છે. જેઓ માત્ર પીઝા વેચીને કમાણી કરે છે. તોતિંગ રૂપિયા વસૂલતી આ બ્રાન્ડ પણ પીઝાની ક્વોલિટી જાળવી શકી નથી. પીઝા હટ, ડોમીનોઝ પીઝા, લા પીનોઝ જેવા પીઝા પણ હલકી કક્ષાનું ચીઝ વાપરી રહ્યા છે.

આ બ્રાન્ડના સેમ્પલ નીકળ્યા ફેલ :

1. ઘોડ દોડ રોડ પર આવેલા પીઝા હટ
2. પીપલોદ ખાતે આવેલા કે એસ ચારકોલ
3. એલ.પી.સવાણી રોડ પર ડેન્સ પીઝા
4. જહાંગીરાબાદ ખાતે ટાઈમ્સ ગેલેકસીમાં ગુજ્જુ કાફે
5. વેસુ ભગવાન મહાવીર કોલેજ પાસે આવેલા ડોમીનોસ પિઝા
6. ઉગત પાસે આવેલા લા પીનોઝ પીઝા

આજકાલ નકલી વસ્તુઓ અને બિનઆરોગ્યપ્રદ વસ્તુઓથી બચીને રહેવાની જરૂર છે. લોકોને આજકાલ બહાર ખાવાનો શોખ વધુ હોય છે. પરંતુ પૈસા ખર્ચીને પણ તેઓ બીમારીઓ નોતરી રહ્યાં છે. સુરતમાં આરોગ્ય વિભાગ એક્ટિવ બન્યું છે. જેમાં થોડા દિવસો પહેલા પાડવામાં આવેલી રેડ બાદ અનેક નમૂના ફેલ નીકળ્યા છે. તાજેતરમાં ઉનાળામાં ઠેકઠેકાણે ખવાતા પેસ્ટ્રી-કેક, મરી-મસાલા, આઈસક્રીમ અને આઈસ ગોળાના નમૂના ફેલ નીકળ્યા હતા.

આ પણ વાંચો :-

Share This Article