ઉત્તર ગુજરાતની બનાસ ડેરીની આજે 56મી સાધારણ સભા મળી હતી. જેમાં પશુપાલકો માટે ભાવફેર વધારો જાહેર કરાયો છે. બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ પશુપાલકો માટે 18.52% ભાવફેર વધારાની જાહેરાત કરી છે. આ જાહેરાત બાદ હવે 4 લાખથી વધુ પશુપાલકોને આ ભાવફેર વધારો મળશે.

બનાસકાંઠા જિલ્લાની બનાસ ડેરીની આજે 56મી સાધારણ સભા મળી હતી. આ સભામાં બનાસ ડેરીના ચેરમેન શકંર ચૌધરીએ પશુપાલકો માટે સૌથી મોટી જાહેરાત કરી છે. આજે ચેરમેન શંકર ચૌધરીએ પશુપાલકો માટે 18.52% ભાવફેર વધારાની જાહેરાત કરતાં 1973 કરોડ રૂપિયા ભાવફેર જાહેર કરાયો છે. જેથી હવે 4 લાખથી વધુ પશુપાલકોને આ ભાવફેર વધારો મળશે. આજની સાધારણ સભામાં બનાસ ડેરીના ડિરેક્ટરો, આગેવાનો સહિત મોટી સંખ્યામાં પશુપાલકો હાજર રહ્યા હતા.
બનાસ ડેરી વર્ષ 2015થી બનાસ ડેરી સતત દૂધનો ભાવ વધારો આપતી રહી છે. ત્યારે આજે 56 વાર્ષિક સાધારણ સભામાં 17 ઓગસ્ટે યોજાયેલી સભામાં બનાસ ડેરીએ રૂપિયા 1973 કરોડ રૂપિયા ભાવફેર રકમ પશુપાલકોને આપવામાં આવી છે. બનાસડેરીએ કિલો ફેટે દૂધમાં ભાવવધારો કર્યો છે. કિલો ફેટે બનાસ ડેરીએ રૂપિયા 989નો ભાવ વધારો કર્યો છે. આ પહેલા વર્ષ 2022-23માં કિલો ફેટે રૂપિયા 948 ભાવ આપવામાં આવતો હતો. ત્યારે બટાકા માટે પણ 10 ટકા ભાવફેર બનાસ ડેરી દ્વારા આપવામાં આવશે.
આ સભામાં બનાસડેરી ચેરમેન શંકર ચૌધરી સહિત પૂર્વ સાંસદ પરબત પટેલ અને અન્ય ભાજપના આગેવાનો તથા કજારો પશુપાલકો હાજર રહ્યા હતા અને ત્યારે ભાવફેરની જાહેરાત કરતા પશુપાલકો કરખાઈ ગયા હતા. વડગામના નવલબેન ચૌધરીએ રૂપિયા 1.63 કરોડની આવક મેળવી સૌથી વધુ દૂધ આવક મેળવનાર મહિલા બની હતી.
સૌથી વધુ દૂધ ભરાવી આવક મેળવનાર મહિલા
- નવલબેન ચૌધરી (નગાણા, વડગામાં 1.63 કરોડ આવક
- ઝવેરી તસલીમબેન (બસુ, વડગામ) 159 કરોડ આવક
- રાજપૂત દરિયાબેન (રુપુરા, ડીસા) 1.35 કરોડ આવક
- લૉક નીતાબેન (સગ્રોસણા, પાલનપુર) 131 કરોડ આવક
- સાલેડ મિસરા અમીન (ખસુ, વડગામ) 125 કરોડ આવક
આ પણ વાંચો :-