લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને હરિયાણાની બેઠકો ઉપરાંત ઉત્તર પ્રદેશની ૧૪, પશ્ચિમ બંગાળમાં જંગલ મહલ પ્રદેશ અને બિહારની ૮-૮, ઓડિશાની છ, ઝારખંડની ચાર અને જમ્મુ-કાશ્મીરની એક બેઠક પર મતદાન થશે. છઠ્ઠા તબક્કામાં ૫.૮૪ કરોડ પુરુષો અને ૫.૨૯ કરોડ મહિલાઓ સહિત કુલ ૧૧.૧૩ કરોડ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરે તેવી શક્યતા છે. ચૂંટણી પંચે કુલ ૧.૧૪ લાખ મતદાન મથકો પર ૧૧.૪ લાખ પોલિંગ અધિકારીઓ નિયુક્ત કર્યા છે.
ચૂંટણી પંચે ૧ વાગ્યા સુધીના મતદાનના આંકડા જાહેર કરી દીધા છે. ભારે ગરમી વચ્ચે પણ મતદારોનો ઉત્સાહ ઊંચો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં સૌથી વધુ મતદાન પ.બંગાળમાં ૫૪.૮૦% નોંધાયું છે. જ્યારે ઓડિશામાં સૌથી ઓછું ૩૫.૬૯% નોંધાયું છે. સરેરાશ મતદાનની વાત કરીએ તો ૧ વાગ્યા સુધીમાં ૩૯.૧૩% મતદાન નોંધાઈ ચૂક્યું છે.
| રાજ્ય | મતદાનની ટકાવારી |
| બિહાર | ૩૬.૪૮% |
| હરિયાણા | ૩૬.૪૮% |
| જમ્મુ-કાશ્મીર | ૩૫.૨૨% |
| ઝારખંડ | ૪૨.૫૪% |
| દિલ્હી | ૩૪.૩૭% |
| ઓડિશા | ૩૫.૬૯% |
| યુપી | ૩૭.૨૩% |
| પ.બંગાળ | ૫૪.૮૦% |
દિલ્હીના મંત્રી કૈલાશ ગેહલોતે પોતાનો મત આપ્યો અને કહ્યુ- ‘૪૦૦ પાર ક્યાંય દેખવા નથી મળી રહ્યુ. દરેક તબક્કાના મતદાન સાથે ભાજપની બેઠકો ઘટી રહી છે કારણ કે સમગ્ર ચૂંટણી પ્રચારમાં મોંઘવારી અને બેરોજગારીના મુદ્દા પર કોઈ ચર્ચા થઈ નથી. મને વિશ્વાસ છે કે લોકો પરિવર્તન માટે મત આપી રહ્યા છે.
લોકસભા ચૂંટણીમાં સવારે ૧૧ કલાક સુધીમાં સરેરાશ ૨૫.૭૬ ટકા મતદાન થયુ છે. સૌથી વધુ પશ્ચિમ બંગાળમાં ૩૬.૮૮ ટકા મતદાન નોંધાયુ છે. દિલ્હીમાં ૨૧.૬૯ ટકા, ઉત્તર પ્રદેશમાં ૨૭.૦૬ ટકા, ઓડિશામાં ૨૧.૩૦ ટકા, ઝારખંડમાં ૨૭.૮૦ ટકા, જમ્મુ-કાશ્મીરમાં ૨૩.૧૧ ટકા, હરિયાણામાં ૨૨.૦૯ ટકા મતદાન નોંધાયુ છે.
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ દેશવાસીઓને વોટ કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે. મારી વહાલી બહેનો, મારા ભાઈઓ, તમારો વોટ દેશનું ભવિષ્ય નક્કી કરે છે. તમારો દરેક મત દેશમાં થઈ રહેલા અન્યાયની વિરુદ્ધમાં આપવો જોઈએ. ખેડૂત હોય, યુવા હોય કે કુસ્તીબાજ હોય - જેમની સાથે અન્યાય થયો છે તેમને ન્યાય અપાવવા માટે મત આપો. તમારો એક મત અન્યાયનો અંત અને ન્યાય સ્થાપિત કરશે.
આ પણ વાંચો :-