Friday, Oct 24, 2025

બપોરે ૧ કલાક સુધીમાં ૮ રાજ્યોમાં સરેરાશ ૩૬.૭૩% મતદાન

2 Min Read

દેશના ૮ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પાંચમા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. ચૂંટણી પંચના આંકડા મુજબ બપોરે ૧ વાગ્યા સુધીમાં સરેરાશ ૩૬.૭૩ ટકા મતદાન થયું હતું. રાજ્યોમાં કેટલા ટકા મતદાન થયું તેના આંકડા પણ સામે આવ્યા છે.

આજે પાંચમા તબક્કામાં મુંબઈમાં મતદાન થઈ રહ્યું છે. ત્યારે ફિલ્મી સ્ટાર્સે પણ મતદાનની ફરજ નિભાવી હતી. અભિનેત્રી જાહનવી કપૂર મુંબઈના મતદાન મથક પર આવી હતી. આ દરમિયાન, તેમણે દરેકને મત આપવાની અપીલ કરી હતી. આ સિવાય અભિનેતા ફરહાન અખ્તર અને તેની બહેન ઝોયા અખ્તર મુંબઈના મતદાન મથક પર પહોંચીને મત આપ્યો હતો. બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારે પણ આજે સવારે મતા આપ્યો હતો. આ પછી તેમણે કહ્યું કે ‘હું ભારતનો વિકાસ કરવા માંગું છું. મેં આ વિચારસરણી સાથે મત આપ્યો છે.

રાજ્ય

૧ વાગ્યા સુધીમાં સરેરાશ મતદાન

બિહાર

૩૪.૬૨%

જમ્મુ અને કાશ્મીર

૩૪.૭૯%

ઝારખંડ

૪૧.૮૯%

લદ્દાખ

૫૨.૦૨%

મહારાષ્ટ્ર

૨૭.૭૮%

ઓડિશા

૩૫.૩૧%

ઉત્તર પ્રદેશ

૩૯.૫૫%

પશ્ચિમ બંગાળ

૪૮.૪૧%

લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં કલ્યાણ લોકસભા મતવિસ્તારમાં બપોરે ૧ વાગ્યા સુધીમાં અંદાજે ૨૨.૫૨ ટકા મતદાન થયું છે. સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. કલ્યાણની ૬ વિધાનસભા મતવિસ્તારોમાં બપોરે ૧ વાગ્યા સુધી સરેરાશ ૨૨.૫૨ ટકા મતદાન નોંધાયું છે.

પીએમ મોદીએ ટ્વીટ કર્યું કે, ‘લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં આજે ૮ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ૪૯ બેઠકો માટે મતદાન થશે. હું આ તબક્કાના તમામ મતદારોને વિનંતી કરું છું કે તેઓ પોતાનો મત આપે અને મતદાનનો નવો રેકોર્ડ બનાવે. લોકશાહીના આ પર્વમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા મહિલાઓ અને યુવા મતદારોને મારી ખાસ અપીલ છે.

પશ્ચિમ બંગાળની હાવડા લોકસભા સીટના લીલુઆહના ઈન્ડિયન સ્કૂલના બૂથ નંબર ૧૭૬ પર મતદાન પ્રક્રિયા સંપૂર્ણપણે બંધ છે. પ્રિસાઇડિંગ ઓફિસરના જણાવ્યા અનુસાર, તેમને થપ્પડ મારવામાં આવી હતી અને આ પછી મતદાન પ્રક્રિયા રોકી દેવામાં આવી હતી, ખાનકુલમાં પણ કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. હાવડા જિલ્લાના ઉલુબેરિયા અને સાલ્કિયામાં ભાજપ અને ટીએમસીના નેતાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું.

આ પણ વાંચો :-

Share This Article