ઇઝરાઇલ-હમાસ યુદ્ધ વચ્ચે ગાઝા પટ્ટીની એક હૉસ્પિટલમાં હુમલો થયો છે. આ હુમલામાં ૨૨ લોકોના મોત થયા છે. પેલેસ્ટાઇને ઇઝરાયેલના હુમલા માટે જવાબદાર ઠેરવ્યા છે.જોકે, ઇઝરાઇલી ડિફેન્સ ફોર્સે આરોપને ફગાવી દીધા છે. ગાઝાની અલ-શિફા હૉસ્પિટલને બે દિવસથી ઇઝરાયેલે ઘેરી રાખી હતી. ઇઝરાઇલનું કહેવું છે કે અહીં આતંકી છુપાયેલા હતા. મહત્ત્વપૂર્ણ છે કે આ પહેલા ગાઝાની અલ અહલી હૉસ્પિટલમાં હુમલો કરવામાં આવતા ૫૦૦ લોકોના મોત થયા હતા.
ગાઝાના ઉત્તરી યુદ્ધ વિસ્તારમાંથી જીવ બચાવીને ભાગી રહેલા પેલેસ્ટાઇની નાગરિકોએ કહ્યું કે ગાઝા શહેરના મધ્યમાં આવેલી શિફા હૉસ્પિટલમાં શરણ લીધેલા હજારો લોકો આખી રાત વિસ્ફોટ પછી ત્યાથી ભાગી ગયા હતા. ઇઝરાઇલ-હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે હૉસ્પિટલમાં ૮૦,૦૦૦ લોકોએ શરણ લીધેલી હતી. હોસ્પિટલમાંથી ભાગેલા લોકોમાંથી કેટલાકે કહ્યું કે બિલ્ડિંગમાં હજારો ઘાયલ દર્દી અને તબીબો જ રહી ગયા છે. ઇઝરાઇલ-હમાસ યુદ્ધમાં મૃતકો પેલેસ્ટાઇની નાગરિકોની સંખ્યા ૧૧ હજારને પાર કરી ગઇ છે.
ઇઝરાઇલના હુમલામાં ગાઝા પટ્ટીમાં આવેલા મકાનોમાં અડધાથી વધુને નુકસાન થયું છે અને તેમાં ૪૦,૦૦૦થી વધુને પુરી રીતે નષ્ટ કરી દેવામાં આવ્યા છે. પેલેસ્ટાઇની એન્કલેવની સરકારે એક નિવેદનમાં આ જાણકારી આપી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું કે ગાઝામાં ૫૦ ટકાથી વધુ મકાન ઇઝરાઇલના હવાઇ હુમલા અને ગોળીબારમાં નુકસાન થયું છે અને ગોળીબારમાં ૪૦ હજારથી વધુ મકાન નષ્ટ થઇ ગયા છે.
આ પણ વાંચો :-