HomeAstrology૨૩ એપ્રિલ, ૨૦૨૫ / આ રાશિના જાતકોને આજનો દિવસ વેપારની સ્થિતિમાં સુધારો...

૨૩ એપ્રિલ, ૨૦૨૫ / આ રાશિના જાતકોને આજનો દિવસ વેપારની સ્થિતિમાં સુધારો થશે, આવકના નવા સ્ત્રોત ખુલશે, જૂઓ આજનુ રાશિફળ

Date:

Related stories

24 સપ્ટેમ્બરે ખુલશે ભાગ્યના નવા દરવાજા? મેષથી મીન સુધી જાણો કોનો દિવસ રહેશે ખાસ

૨૪ સપ્ટેમ્બર ૨૦૨૬, ગુરુવાર માટેનું ૧૨ રાશીઓનું સચોટ રાશીફળ...

Asian Games 2026: ચોથા દિવસે શૂટિંગથી બેડમિન્ટન સુધી ભારતનો જલવો, એક દિવસમાં 5 મેડલ!

ભારત માટે 23 સપ્ટેમ્બરનો દિવસ એશિયન ગેમ્સ 2026માં મેડલની...
spot_img

મેષઃ

મિત્રોનો સહકાર મળતા આર્થિક લાભ મળતો જણાય. દિવસ દરમ્યાન આવક મળતી રહે. સંતાન તરફથી શુભ સમાચાર મળે. કાર્યમાં સફળતા મળતી જણાય. નવા વાહનની ખરીદી શક્ય બને. અેક્ષપોર્ટ ઇમ્પોર્ટ, શિક્ષણ જેવા ધંધામાં વિશેષ લાભ.

વૃષભઃ

આવક અને ખર્ચ બન્નેમાં વધારો થતો જણાય. ધંધાકીય કાર્યક્ષેત્રે સારૂ ફળ મળતુ જણાય. સ્ત્રીવર્ગ તરફથી લાભ. કરેલા રોકાણો યથાર્થ સાબિત થતા જણાય. લાંચ-રૂશ્વત લેવાથી દૂર રહેવું. આરોગ્ય જળવાશે.

મિથુનઃ

જીદ્દી અને સરળ સ્વભાવને કારણે કોઇ બનાવી ન જાય એનું ધ્યાન રાખવું. આવક ઘટતી જણાય. પરિવારના સભ્યો સાથે શાંતિ રાખવી. દામ્પત્ય જીવનમાં અસંતોષ વર્તાય. નાના યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને.

કર્કઃ

દિવસ દરમ્યાન ઉચાટ રહે. મન શાંત રાખવું. નાના ભાઇ-બહેનની વિશેષ જવાાદારી ઉઠાવવી પડે. શેરબજાર સ્ત્રી શણગારની વસ્તુઓથી લાભ. આરોગ્ય સાચવવું. સ્નાયુનો દુઃખાવો સંભવે. દામ્પત્ય જીવનમાં ઉદાસીનતા વર્તાય.

સિંહઃ

આત્મબળ મજબૂત બને, માન, સન્માનમાં વધારો થાય. રાજકારણી માટે સારો દિવસ. સરકારી કામકાજમાં સફળતા અનાજ કરિયાણાના વેપારી માટે વધુ સફળતા. જીવનસાથી સાથે આનંદ શરદી-કફનો પ્રકોપ રહે.

કન્યાઃ

નોકરી-ધંધા ક્ષેત્રે ફાયદો થતો અનુભવાય. ટેક્ષ કન્સલટન્ટ, એકાઉન્ટસ, હોટલના ક્ષેત્રે વિશેષ ફાયદો. નવા રોકાણો કરતી વખતે સાવધાની રાખવી જરૂરી. સંતાનોની પ્રગતિથી આનંદ થાય. સ્વાર્થવૃત્તિ વધે. પ્રતિષ્‍ઠા યશ ઘટે.

તુલાઃ

મહેનત વધારે કરવી પડશે. વારેવારે ખોટું લાગી જાય એવા પ્રસંગો બને. કુટુંબના સભ્યો વચ્ચે વિખવાદને ટાળવો. નોકરી-ધંધામાં દિવસ શાંતિથી પસાર કરવો. સંતાનના નામ પર કરેલા રોકાણમાં વિશેષ ફાયદો મળે. સ્વાસ્થ્ય સારૂ રહેશે.

વૃશ્ચિકઃ

આવકનું પ્રમાણ જળવાય. પરિવારમાં મનમેળ રહે. સ્થાવર-જંગમ ‌ક્ષેત્રે કરેલું રોકાણ ફળદાયી નીવડે. માતૃપક્ષથી લાભ. ટાયર, ટ્યુબ, કલર, કેમીકલ, બિલ્ડીંગ મટીરીયલના ધંધાર્થીઓ માટે શુભ દિવસ. ચર્મરોગોની કાળજી રાખવી.

ધનઃ

નાણાંકીય બાબતોમાં સાનુકુળતા રહે. પરિવારમાં પ્રેમ જળવાય. જીવનસાથીની તબિયતની કાળજી રાખવી. આદ્યાત્મિક બાબતોમાં રૂચિ વધે. ભાગ્યનો સાથ મળે. ખોટી સોબતમાં ફસાઇ ન જવાય એનું ધ્યાન રાખવું. આરોગ્ય સારૂ રહે.

મકરઃ

આવકની દ્રષ્ટિએ સારો દિવસ છે. પરિવારના સભ્યો વચ્ચે મતભેદ રહે. કાર્યક્ષેત્રે સંઘર્ષ કરવો પડે. સ્થાવર-જંગમ મિલકતમાંથી લાભ મળતો જણાય. ભાગ્ય સારૂ છે. તાવ-માથાના દુઃખાવાની સમસ્યા રહે. પત્નિ તરફથી આનંદ મળે.

કુંભઃ

માનસિક રીતે મજબૂતાઇ જણાય. વાંચવાનો શોખ વધશે. આકસ્મિક ધનલાભના યોગ બને છે. દામ્પત્ય જીવનમાં મધુરતા વધે. સાહિત્ય, સંશોધન, ફાઇનાન્સના કામમાં લાભ. ખોટું કામ ન કરવાની સલાહ છે. આરોગ્ય જળવાશે.

મીનઃ

સંતાન તરફથી ચિંતા સતાવશે. વિદ્યાર્થીવર્ગને વધુ મહેનત જરૂરી. કાર્યક્ષેત્રે સંઘર્ષ રહે. નોકરી-ધંધામાં અસંતોષનો અનુભવ થાય. મિત્રો તરફથી લાભ. દામ્પત્ય જીવનમાં આનંદ વર્તાય. કરોડરજ્જુ, દાંત અને હાડકાની કાળજી રાખવી જરૂરી.

Subscribe

Latest stories