રાજ્યમાં મોઇવારીમાં સતત વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં ભારે વરસાદના કારણે શાકભાજીના પાકને નુકસાન થવાથી ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. આ ભાવ વધારાથી ગૃહિણીઓનું બજેટ પર ભારે માર પડ્યો છે. એક સપ્તાહમાં શાકમાર્કેટમાં ૨૦ રૂપિયાના ટામેટાનો ભાવ ૧૦૦ને પાર પહોંચ્યો છે. ભીંડાના રૂપિયા ૨૫થી રૂપિયા ૩૫તા ભાવે મળતા હતા તે હવે વધીને રુપિયા ૭૦ થી ૯૦ પહોંચ્યો છે. જ્યારે અન્ય શાકભાજીના પણ ભાવમાં વધારો થયો છે.

ટામેટાના ભાવમાં વધારો થવાનું કારણ મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને કેરળમાં ગરમીમાં વધારો અને ટામેટાના ઉત્પાદનમાં ઘટાડો હોવાનું માનવામાં આવે છે. એક રિપોર્ટ અનુસાર, કર્ણાટક અને આંધ્ર પ્રદેશ જેવા મોટા ટામેટા ઉત્પાદક વિસ્તારોમાં ગરમી વધવાને કારણે ટામેટાંની આવકમાં ૩૫ ટકાનો ઘટાડો થયો છે.
આખા દેશમાં ટામેટાં સહિત બધા જ શાકભાજીના ભાવ વધી રહ્યા છે અને હરિયાણાના કરનાલમાં શાકભાજીના ભાવ અચાનક સાતમા સ્તરે પહોંચી ગયા છે. ૪૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતા લાલ ટામેટાં ૮૦ રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયા છે, લીલા વટાણા જે ૧૨૦ રૂપિયા પ્રતિ કિલો વેચાતા હતા તે હવે ૨૦૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. સાથે જ દિલ્હી-એનસીઆર અને મુંબઈ જેવા મેટ્રો શહેરો સહિત ઘણા શહેરોમાં ટામેટાની કિંમત ૧૦૦ રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગઈ છે.
આ પણ વાંચો :-