Saturday, Sep 13, 2025

લગ્ન માટે તૈયાર બોલિવૂડનું વધુ એક કપલ, મુંબઈમાં ખરીદ્યું ઘર હવે આ દિવસે કરશે લગ્ન

3 Min Read

Another Bollywood couple ready

  • Hrithik Roshan Saba Azad Wedding : હવે ઋત્વિક અને સબાએ એકબીજા સાથેના સંબંધોને નામ આપવાનું નક્કી કરી લીધું છે. છેલ્લા કેટલાક સમયથી સબા ઋત્વિક રોશનના પરિવાર સાથે પણ જોવા મળે છે.

ઋત્વિક રોશન (Hrithik Roshan) અને સબા આઝાદ (Saba Azad) સૌથી પહેલા ત્યારે ચર્ચામાં આવ્યા જ્યારે બંનેને એક સાથે ડિનર ડેટ પર સ્પોટ થયા. આ પહેલી વખત થતું જ્યારે ઋત્વિક રોશન અને સબા એકબીજાનો હાથ પકડીને મીડિયા સામે જોવા મળ્યા. ત્યાર પછી તેમની મિત્રતા ધીરે ધીરે રિલેશનશિપમાં (Relationship) બદલી ગઈ. હવે ઋત્વિક અને સબાએ એકબીજા સાથેના સંબંધોને નામ આપવાનું નક્કી કરી લીધું છે.

છેલ્લા કેટલાક સમયથી સબા ઋત્વિક રોશનના પરિવાર સાથે પણ જોવા મળે છે. તેના પરથી સ્પષ્ટ થાય છે કે ઋત્વિક રોશન અને સબા લગ્ન કરવાની તૈયારી કરી ચૂક્યા છે. ત્યારે સામે આવ્યું છે કે આ બંને આ વર્ષમાં જ લગ્ન કરી લેશે.

ઋત્વિક રોશન અને સભા આઝાદી સાથે મળીને મુંબઈના જુહુ વર્સોવા લીંક રોડ ઉપર મકાન પણ ખરીદ્યું છે. બંને જણા લગ્ન કર્યા પછી આ ઘરમાં શિફ્ટ થઈ જશે. જોકે એ વાત તો નક્કી છે કે ઋત્વિક રોશન સબા સાથે આ વર્ષમાં જ લગ્ન કરશે પરંતુ બંનેએ પોતાની લગ્નની ડેટ જાહેર કરી નથી પરંતુ તૈયારીઓ શરૂ કરી દીધી છે. હાલ ઋત્વિક અને સબા લિવિંગ રિલેશનશિપમાં રહે છે.

ઋત્વિક અને સબા ભલે જાહેર કરે નહીં પરંતુ ચર્ચાઓ છે કે બંનેના લગ્ન નવેમ્બરમાં થવાના છે. તેના માટેની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. બંનેના લગ્ન ઈન્ટિમેટ વેડિંગ હશે. જેમાં નજીકના મિત્રો અને પરિવારના લોકોને જ બોલાવવામાં આવશે.

ઋત્વિક રોશનના પહેલા લગ્ન સુઝેન ખાન સાથે થયા હતા. ઋત્વિક સુઝેનને જોઈને જ તેના પ્રેમમાં પડી ગયો હતો. ઋત્વિક રોશનના કરિયર ની શરૂઆત જ હતી અને તેણે સુઝેન સાથે લગ્ન કરી લીધા. લગ્ન પછી થોડા જ સમયમાં તેઓ બે દીકરાના માતા-પિતા બન્યા.

પરંતુ બંનેના લગ્ન જીવનમાં 14 વર્ષ પછી સમસ્યા થઈ અને બંને અલગ થઈ ગયા. વર્ષ 2012માં બંનેએ છૂટાછેડા લઈ લીધા. ત્યારથી બંને ઘણા વર્ષ સુધી સિંગલ હતા. પરંતુ હવે ઋત્વિક રોશન સબાની ડેટ કરે છે જ્યારે તેની એક્સ વાઈફ સુઝેન અર્સલાન ગોની સાથે રિલેશનશિપમાં છે.

આ પણ વાંચો :-

Share This Article