દિલ્હીની લીકર કેસમાં દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને આરોગ્યના આધારે દાખલ કરવામાં આવેલી વચગાળાના જામીન અરજીને ફગાવી દેવામાં આવી છે. કેજરીવાલે આરોગ્યના આધારે જરુરી તપાસ માટે સાત દિવસના જામીન માગ્યા હતા. કોર્ટે કેજરીવાલની કસ્ટડી ૧૮ જૂન સુધી વધારી છે. દિલ્હીમાં લીકર પોલિસી અને તેના સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને રાઉઝ એવન્યુ કોર્ટ તરફથી સૌથી મોટો ઝટકો મળ્યો છે. આરોગ્યના આધારે વચગાળાના જામીનની અરજીને ફગાવી છે.
આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંદીપ પાઠકે બુધવારે દિલ્હી, પંજાબ અને દેશના ચૂંટણી પરિણામો પર પાર્ટીનું વલણ સ્પષ્ટ કર્યું. જનાદેશને મોદી સરકાર વિરુદ્ધ ગણાવતા તેમણે કહ્યું કે ભાજપને ૬૩ બેઠકો ઓછી મળી અને તે બહુમતીથી દૂર રહી. તેમણે કહ્યું કે ઇન્ડિયા ગઠબંધન મુશ્કેલ સંજોગો છતાં સારું કામ કર્યું. ઈન્ડિયા એલાયન્સના પ્રદર્શનમાં આમ આદમી પાર્ટીની ભૂમિકાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે જ્યારે કેજરીવાલ વચગાળાના જામીન પર બહાર આવ્યા ત્યારે તેમણે માત્ર આમ આદમી પાર્ટી માટે જ નહીં પરંતુ સમગ્ર ગઠબંધન માટે પ્રચાર કર્યો હતો.
કેજરીવાલની જામીન અરજીનો વિરોધ કરતા તપાસ કરનારી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ કહ્યું કે કેજરીવાલ કોર્ટને ગુમરાહ કરી રહ્યા છે. ઈડીએ આરોપ લગાવતા કહ્યું હતું કે ચૂંટણી પ્રચાર કરી રહેલા કેજરીવાલને જ્યારે સરેન્ડર કરવાનું હતું ત્યારે તબિયત બગાડવાનો દાવો કર્યો છે. બંને પક્ષની સુનાવણી વખતે કોર્ટે પોતાના નિર્ણયને સુરક્ષિત રાખ્યો હતો અને આજે સુનાવણી હાથ ધરી હતી.
આ પણ વાંચો :-