Sunday, Oct 26, 2025

આઇસલેન્ડમાં ૮૦૦ વર્ષ જૂના જવાળામુખી થયો સક્રિય, ચારે તરફ લાવાની નદીઓ

2 Min Read

દક્ષિણપશ્ચિમ આઇસલેન્ડમાં ત્રણ મહિનામાં ચોથી વખત જ્વાળામુખી ફાટી નીકળ્યો છે. માઉન્ટ હેગાફેલ અને માઉન્ટ સ્ટોરા સ્કોગફેલની વચ્ચેના પ્રદેશમાં આ જ્વાળા મુખી ફાટ્યો હતો, જેને કારણે આકાશ નારંગી રંગનું થઇ ગયું હતું. લોકો પોતાના ઘરોની બહાર દોડી આવ્યા હતા. અગાઉ આ જ વિસ્તારમાં ૮ ફેબ્રુઆરીએ જ્વાળામુખી ફાટ્યો હતો, જેને કારણે આખા શહેરને ખાલી કરાવવામાં આવ્યું હતું.

આઈસલેન્ડની સિવિલ ડિફેન્સ સર્વિસના કહેવા પ્રમાણે શનિવારે સ્થાનિક સમય પ્રમાણે સાંજે આઠ વાગ્યે આ જવાળામુખી ફાટયો હતો. આ એ જ જગ્યાએ છે જ્યાં આઠ ફેબ્રુઆરીએ પણ જવાળામુખીમાં વિસ્ફોટ થયો હતો. જ્વાળામુખી વિસ્ફોટના વિડિયો ફૂટેજ પણ સા મે આવ્યા છે. જેમાં ધરતીના પેટાળમાંથી સેંકડો ડિગ્રી તાપમાન ધરાવતો લાવા નીકળીને જમીન પર ફેલાતો નજરે પડી રહ્યો છે.

લાવા લગભગ ૦.૬૨ માઇલ પ્રતિ કલાકની ઝડપે દક્ષિણ અને દક્ષિણપૂર્વ તરફ વહેતો હતો. જો આ જ ગતિથી લાવા નીકળવાનું ચાલુ રહેશે તો લાવા સમુદ્ર સુધી પહોંચી શકે છે, જે નજીકના કોઈપણ માટે જોખમી હોઈ શકે છે, એમ હવામાન કચેરીએ જણાવ્યું હતું. વૈજ્ઞાનિકોને ડર છે કે વિસ્ફોટ દાયકાઓ સુધી ચાલુ રહી શકે છે.
આ વિસ્તારમાં જ્વાળામુખી ફાટવાની ઘટનાઓ બનતી રહી છે અને તેના કારણે ગ્રિંડાવિક શહેરની ફરતે સંરક્ષણ દિવાલ પણ બનાવાઈ છે. આ વખતે જે વિસ્ફોટ થયો છે તેના કારણે નીકળેલો લાવા શહેરની પૂર્વ તરફની દિવાલો સુધી પહોંચી ચુકયો છે. ગ્રિંડાવિક શઙેરને આ પહેલા નવેમ્બર મહિનામાં ખાલી કરાવાયુ હતુ. તે વખતે નજીકનો સ્વાર્ટસેંગી જ્વાળામુખી ૮૦૦ વર્ષ બાદ સક્રિય થવાના એંધાણ મળી રહ્યા હતા. એ પછી શહેરની ઉત્તરમાં જમીનમાં સેંકડો કિલોમીટર લાંબી તિરાડ પડી ગઈ હતી. ૧૮ ડિસેમ્બરે આ જ્વાળામુખી ફાટયો હતો.

આ પણ વાંચો :-

Share This Article