કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જમ્મૂ-કાશ્મીર રિઝર્વેશન સંશોધન બિલ ૨૦૨૩ અને જમ્મૂ-કાશ્મીર પુનર્ગઠન બિલ ૨૦૨૩ પર કહ્યું કે હું અહીં જે બિલ લઈને આવ્યો છું તે એ લોકોને ન્યાય અપાવવા માટે અને તેમને અધિકાર અપાવવા માટે છે કે જેમની સાથે અન્યાય થયો છે, જેમનું અપમાન થયું છે અને જેમની ઉપેક્ષા કરવામાં આવી છે.
જ્યારે આપણી સેના જીતી રહી હતી, ત્યારે પંજાબ વિસ્તારમાં પહોંચતાની સાથે જ યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરનો જન્મ થયો હતો. જો યુદ્ધવિરામમાં ત્રણ દિવસનો વિલંબ થયો હોત, તો પાકિસ્તાન અધિકૃત કાશ્મીર આજે ભારતનો ભાગ હોત. અમારો મુદ્દો સંયુક્ત રાષ્ટ્રમાં લઈ જવામાં આવ્યો, જે એક મોટી ભૂલ છે. સમગ્ર કાશ્મીર કબ્જે કર્યા વગર જ સીઝ ફાયરની જાહેરાત કરી દીધી. જે ભારત માટે આજે પણ માથાનો દુખાવો સાબિત થઇ રહ્યું છે.
શાહે કહ્યું કે, કેટલાક લોકોએ કહ્યું કે માત્ર નામ બદલવામાં આવી રહ્યું છે. હું એ તમામને કહેવા માંગુ છું કે જો આપણી અંદર થોડી પણ સહાનુભૂતિ છે તો આપણે જોવું પડશે કે નામની સાથે તેમનું સમ્માન પણ જોડાયેલું છે. અમે સીમાંકનની ભલામણના આધારે ત્રણ બેઠકો માટેની વ્યવસ્થા કરી છે. જમ્મૂ-કાશ્મીર વિધાનસભામાં ૨ સીટ કાશ્મીરથી વિસ્થાપિત લોકો માટે અને એક સીટ PoKથી વિસ્થાપિત લોકો માટે છે. અમિત શાહ અનુસાર વિધાનસભામાં ૯ સીટ અનુસૂચિત જનજાતિ માટે આરક્ષિત કરવામાં આવી છે. શાહે કહ્યું કે POK માટે ૨૪ સીટો આરક્ષિત કરવામાં આવી છે કારણકે PoK અમારું છે. બંને બિલને દરેક એ કાશ્મિરી યાદ રાખશે જે પીડિત છે. વિસ્થાપિતોને આરક્ષણ આપવાથી તેમનો અવાજ જમ્મૂ-કાશ્મીરની વિધાનસભામાં ગૂંજશે.
આ પણ વાંચો :-