Saturday, Sep 13, 2025

ભારત-પાકિસ્તાનની વર્લ્ડકપ મેચ જોવા અમિત શાહ અમદાવાદ આવે એવી સંભાવના

1 Min Read

આગામી દિવસોમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ગુજરાત પ્રવાસ છે, આગામી 14મી ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે વનડે વર્લ્ડકપની મેચ જોવા અમિત શાહ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હાજરી આપી શકે છે.

કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ આગામી બે દિવસ ગુજરાત પ્રવાસે આવશે, 14 અને 15 ઓક્ટોબરે અમિત શાહ ગુજરાતની મુલાકાત લેશે. આમાં પહેલા નોરતે અમિત શાહ માણસામાં પોતાના કુળદેવીના દર્શને જશે, જ્યાં તેઓ પોતાના પરિવાર સાથે કુળદેવીની પૂજા -અર્ચના કરશે. પોતાના લોકસભા વિસ્તારમાં કેટલાક ગ્રામ્ય વિસ્તારોની પણ મુલાકાત લેશે.

તો BSF, CRPF, સ્થાનિક પોલીસ, સિનિયર અને જૂનિયર IPS કક્ષાના અધિકારીઓ મેચના ગ્રાઉન્ડથી લઈને શહેરના એન્ટ્રી પોઇન્ટ સુધી સુરક્ષા વ્યવસ્થામાં ગોઠવાશે.એક અંદાજ પ્રમાણે શહેરમાં સાત હજાર કરતાં વધુ પોલીસ કર્મચારીઓ ભારત-પાકિસ્તાનની મેચ દરમિયાન ફરજ પર હાજર રહેશે. કોઇ પણ ક્રિકેટ મેચ દરમિયાન આટલી બધી સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઇ હોય તેવો આ અત્યાર સુધીનો પ્રથમ કિસ્સો છે.

હુમલાની ધમકીઓને પગલે ઉચ્ચ સ્તરીય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવશે.  અમદાવાદ અને શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની સુરક્ષા માટે નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG), રેપિડ એક્શન ફોર્સ (RAF), હોમગાર્ડ અને ગુજરાત પોલીસ સહિત વિવિધ એજન્સીઓના 7000 થી વધુ કર્મચારીઓને તૈનાત કરવામાં આવશે.

આ પણ વાંચો :-

 

Share This Article