Saturday, Sep 13, 2025

ઈઝરાઇલ-પેલેસ્ટાઈન યુદ્ધ વચ્ચે ભારતમાં લોકોને વધુ મોંઘવારીનો સામનો કરવો પડી શકે

2 Min Read

ઈઝરાઇલ અને પેલેસ્ટાઈન વચ્ચેના યુદ્ધમાં ઝડપથી વધારો થવાથી અને ઈરાન અને લેબલાન જેવા દેશો આ યુદ્ધમાં જોડાય તેવી શક્યતાને કારણે ભારતમાં લોકોને વધુ મોંઘવારીનો સામનો કરવો પડી શકે છે. વાત જાણે એમ છે કે, અગાઉ રશિયા અને યુક્રેન યુદ્ધના કારણે વૈશ્વિક સ્તરે ઘઉં, ચોખા અને અન્ય ખાદ્ય પદાર્થોના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. હવે ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચેના યુદ્ધને કારણે વૈશ્વિક ક્રૂડ ઓઈલનો પુરવઠો લોકોના ઘરનું બજેટ બગાડી શકે છે. આનાથી સંબંધિત ઉત્પાદનોના ભાવમાં તીવ્ર વધારો થવાની સંભાવના છે. ગત સપ્તાહ દરમિયાન ક્રૂડ ઓઈલના સપ્લાયને અસર થઈ હતી અને તેની કિંમતમાં વધારો થયો હતો. શુક્રવારે બ્રેન્ટ ક્રૂડ ૨ ડોલર વધીને પ્રતિ બેરલ ૮૭ ડોલરની નજીક પહોંચી ગયું હતું.

એવી આશંકા છે કે ઈરાન પણ આ હુમલામાં ભાગ લઈ શકે છે. ઈરાન ક્રૂડ ઓઈલનો મુખ્ય ઉત્પાદક છે. આવી સ્થિતિમાં આવનારા સમયમાં કાચા તેલની કિંમતો વધુ વધી શકે છે. આવી સ્થિતિમાં કાચા તેલ પર નિર્ભર ઉત્પાદનોની કિંમતો વધી શકે છે.

 યુદ્ધ હજુ થોડા દિવસો સુધી ચાલુ રહેશે તો અશ્મિભૂત ઇંધણ પર નિર્ભર ચીજવસ્તુઓના ભાવ ઝડપથી વધશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, સ્માર્ટ ટેલિવિઝન, વોશિંગ મશીન અને અન્ય વસ્તુઓની કિંમતોમાં વધારો થવાની સંભાવના છે. તહેવારોની સિઝનમાં ભારતીય બજારમાં આ વસ્તુઓનો સ્ટોક પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે, જેના કારણે તેની કિંમતો સ્થિર રહેશે. જો કે આ પછી સામાનના ભાવમાં વધારો જોવા મળી શકે છે. કાચા માલના સપ્લાય પર અસરને કારણે પ્લાસ્ટિક અને અન્ય વસ્તુઓના ભાવ વધી શકે છે.

આ પણ વાંચો :-

Share This Article