Sunday, Sep 14, 2025

ઈઝરાઇલ-હમાસ યુદ્ધ વચ્ચે અમેરિકાએ સમુદ્રમાં ઉતારી પરમાણુ સબમરીન, US સેન્ટ્રલ કમાન્ડે શેર કરી તસવીર

2 Min Read

ઈઝરાઇલ-હમાસ યુદ્ધ વચ્ચે અમેરિકી સેનાએ એક સામાન્ય જાહેરાત કરી છે. અમેરિકાની ગાઈડેડ મિસાઈલ પરમાણુ સબમરીનને મધ્ય-પૂર્વ સમુદ્રમાં ઉતારવામાં આવી છે. સબમરીન ઓહિયો ક્લાસની છે, જોકે સેનાએ સબમરીનનું નામ જણાવ્યું નથી. યુએસ સેન્ટ્રલ કમાન્ડે ગઈકાલે સોશિયલ મીડિયા પર એક સબમરીનની તસવીર શેર કરી છે, જેમાં તેમણે લખ્યું છે કે, અમારા એરિયા ઓફ રિસ્પોન્સિબિલિટીમાં ઓહિયો ક્લાસની સબમરીન પ્રવેશી રહી છે .

અમેરિકાની સેન્ટ્રલ કમાન્ડે હાલ સબમરીનું નામ જાહેર કર્યું નથી. દરમિયાન અમેરિકી સેના પાસે ૪ પ્રકારની ગાઈડેડ મિસાઈલ સબમરીન છે. ઉપરાંત અમેરિકા પાસે એસજીએન છે, જેમાં ટૉમહૉક ક્રૂઝ મિસાઈલો તૈનાતની સ્થિતિમાં હોય છે. એસજીએન ૧૫૪ ટૉમહૉક ક્રૂઝ મિસાઈલ લઈ જવાની ક્ષમતા ધરાવે છે.

હમાસે ઈઝરાઇલ સામે યુદ્ધ શરૂ કર્યા બાદ અમેરિકા ઈઝરાઇલનું ભરપુર સમર્થન કરી રહ્યો છે. યુદ્ધ વચ્ચે અમેરિકાએ સબમરીન ઉતારતા સૌકોઈ આશ્ચર્ય પામ્યા છે. જોકે અમેરિકાએ સબમરીન સમુદ્રમાં કેમ ઉતારી, તેનું કારણ હજુ સામે આવ્યું નથી. ઉપરાંત અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લિંકન યુદ્ધ મુદ્દે મધ્ય-પૂર્વમાં તુર્કેઈ, ઈઝરાયેલ, ઈરાક, વેસ્ટ બેંક, જોર્ડન સાથે સતત બેઠકો યોજી રહ્યા છે, તો બીજી તરફ મધ્ય-પૂર્વનાં સમુદ્રમાં પરમાણુ સબમરીન ઉતારાતા અમેરિકાની રણનીતિ પર પણ સવાલો ઉઠી રહ્યા છે, જેમાં એવું કહેવાઈ રહ્યું છે કે, અમેરિકા દ્વારા યુદ્ધને લઈ એક તરફ વાતચીતનો પક્ષ રાખવાનો પ્રયાસો થઈ રહ્યા છે, તો બીજી તરફ સમુદ્રમાં સબમરીન ઉતારવામાં આવી છે.

આ પણ વાંચો :-

Share This Article