ગાઝા પર ઈઝરાઇલના મોટા ગ્રાઉન્ડ હુમલાની તૈયારીઓ વચ્ચે પેલેસ્ટાઈનએ મિત્ર ભારતને અપીલ કરી છે. ભારતમાં પેલેસ્ટાઈનના રાજદૂત અદનાન એમજે અબુલહાયઝાએ કહ્યું છે કે, આ સંકટના સમયમાં ભારત મોટી ભૂમિકા ભજવી શકે છે. અદનને કહ્યું કે, ઈઝરાઇલ અને પેલેસ્ટાઈન બંને પીએમ મોદીનું સન્માન કરે છે. હું પીએમ મોદીને કંઈક કરવા વિનંતી કરું છું. પેલેસ્ટાઈનના રાજદૂતે પીએમ મોદીને આ વિનંતી એવા સમયે કરી છે જ્યારે ઈઝરાઇલે હમાસના હુમલા બાદ ઉત્તરી ગાઝાના ૧૧ લાખ લોકોને દક્ષિણ તરફ જવા માટે કહ્યું છે. આ પહેલા પીએમ મોદીએ હમાસના હુમલાને ‘આતંકવાદી’ ઘટના ગણાવી હતી.
હમાસ અને ઈઝરાઇલ વચ્ચેના આ યુદ્ધમાં અત્યાર સુધીમાં ૩૨૦૦ લોકોના મોત થયા છે. જેમાં ઓછામાં ઓછા ૧૩૦૦ ઈઝરાઇલ અને ૧૯૦૦ પેલેસ્ટાઈનના લોકો સામેલ છે. ઈઝરાયેલના મૃતકોમાં ૨૫૮ સૈનિકોનો સમાવેશ થાય છે. ઈઝરાઇલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ જાહેરાત કરી છે કે,આ તો માત્ર શરૂઆત છે અને આપણા દુશ્મનોએ તેની કિંમત ચૂકવવી શરૂ કરી દીધી છે. ઈઝરાઇલ ગાઝા સરહદ પાસે તેના ૩ લાખ સૈનિકો તૈનાત કર્યા છે અને કોઈપણ સમયે જમીન પર હુમલો શરૂ થઈ શકે છે. દરમિયાન, આ હિંસાના સમર્થન અને વિરોધમાં વિશ્વભરમાં પ્રદર્શનો થઈ રહ્યા છે
આ પહેલા પીએમ મોદીએ ટ્વીટ કરીને સ્પષ્ટ કર્યું હતું કે, હમાસનો હુમલો ‘આતંકવાદી ઘટના’ છે અને ભારતની પેલેસ્ટાઈન સાથે ચોક્કસપણે મિત્રતા છે પરંતુ કોઈ પણ આતંકવાદી ઘટનાને સાંખી ન શકાય. જો કે, ભારત હજુ પણ ઈઝરાઇલ અને પેલેસ્ટાઈન એમ બે દેશ બનાવવાના પ્રસ્તાવ પર અડગ છે. દરમિયાન રામલ્લાહ સ્થિત પેલેસ્ટિનિયન આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, પશ્ચિમ કાંઠે ઈઝરાઇલીઓ સાથેની અથડામણમાં ઓછામાં ઓછા ૧૪ પેલેસ્ટિનિયન માર્યા ગયા હતા.
- પુણા ગામમાં ઈ-મોપેડની બેટરી ધડાકા બાદ ગેસ સિલિન્ડર બ્લાસ્ટ, ચાર વ્યકિત દાઝતા
- સુરત ટેક્સટાઇલ ઉદ્યોગમાં આવી તેજી, ૮ થી ૧૦ હજાર કરોડનો ફાયદો થવાના અણસાર