ઉત્તર પ્રદેશના અમેઠી જિલ્લામાં શિક્ષક, તેની પત્ની અને બે સગીર બાળકોની ગોળી મારીને હત્યા કરનાર મુખ્ય આરોપી ચંદન વર્મા એન્કાઉન્ટરમાં ઘાયલ થઈ ગયો છે. જ્યારે આ એન્કાઉન્ટર થયું ત્યારે આરોપી પોલીસકર્મીની પિસ્તોલ છીનવીને ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ દરમિયાન ચંદન વર્માને પગમાં ગોળી વાગી હતી.
મળતી માહિતી મુજબ,પૂછપરછ દરમિયાન, જ્યારે રિકવરી માટે લઈ જવામાં આવી રહ્યો હતો, ત્યારે ચંદન વર્માએ પોલીસકર્મીની પિસ્તોલ છીનવીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે તેને પગમાં ગોળી મારી હતી. આ ઘટના મોહનગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. યુપી STFએ ગઈકાલે નોઈડા જેવર ટોલ પ્લાઝા પરથી હત્યારા ચંદન વર્માની ધરપકડ કરી હતી.
અમેઠી હત્યાકાંડના મુખ્ય આરોપી ચંદન વર્માની પોલીસે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી છે. આરોપીએ ગતમોડી રાત્રે ઘરમાં ઘૂસીને એક જ પરિવારના ચાર લોકોની હત્યા કરી દીધી હતી. આ કેસની વિગત એવી છે કે, ઉત્તર પ્રદેશના અમેઠીમાં શિવરતનગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘરમાં ઘૂસીને શિક્ષક સહિત સમગ્ર પરિવારને ગોળી મારી દીધી હતી. ગોળી વાગતાં શિક્ષક, તેની પત્ની અને તેના બે બાળકોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ધરપકડ પહેલા આરોપી ચંદન વર્માના વોટ્સએપ સ્ટેટસે બધાને ચોંકાવી દીધા હતા. હકીકતમાં, ચંદને સ્ટેટસમાં લખ્યું હતું કે ‘પાંચ લોકો મરી જવાના છે, હું તમને જલ્દી બતાવીશ.’ મળતી માહિતી મુજબ, દુષ્કર્મ કર્યા બાદ ચંદન વર્મા પોતાને ગોળી મારવા માંગતો હતો. કદાચ એટલે જ તેણે પોતાના સ્ટેટસ પર 5 લોકોની હત્યા વિશે લખ્યું હતું. પોલીસે ચંદનની શોધમાં દરોડા પાડ્યા હતા. શુક્રવારે અમેઠીમાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચો :-