અમેરિકા તરફથી સેનાનું એક વિમાન દૂર્ઘટનાગ્રસ્ત થઇને જાપાનના યાકુશિમા ટાપુ પાસે દરિયામાં પડ્યુ છે. કહેવામાં આવે છે કે વિમાનમાં ચાલક દળ સહિત કુલ ૮ લોકો સવાર હતા. જાપાનના કોસ્ટગાર્ડે તેની જાણકારી આપી છે. આ ઘટના સ્થાનિક સમય અનુસાર બપોરે ૨:૪૭ વાગ્યે બની હતી.જોકે, આ ઘટનાને લઇને હજુ સુધી અમેરિકન સેના તરફથી કોઇ ઓફિશિયલ નિવેદન આપવામાં આવ્યું નથી.
સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યુ કે વિમાનના દરિયામાં પડતા જ એન્જિનમાં આગ લાગી હતી. જાપાન કોસ્ટગાર્ડ દળના એક પ્રવક્તાએ એજન્સીને કહ્યું, અમને આજે બપોરે ૨:૪૭ વાગ્યે સૂચના મળી હતી કે અમેરિકન સેનાના ઓસ્ર્પે વિમાન યાકુશિમા ટાપુ પર દૂર્ઘટનાગ્રસ્ત બની ગયું છે. દૂર્ઘટનામાં ઇજાગ્રસ્તની સંખ્યાને લઇને હજુ સુધી કોઇ જાણકારી સામે આવી નથી. આ પહેલા ઓગસ્ટમાં ઉત્તર ઓસ્ટ્રેલિયામાં વધુ એક ઓસ્પ્રે વિમાન ક્રેશ થયું હતું. જેમાં ૨૩ લોકો સવાર હતા અને તેમાંથી ૩ના મોત નીપજ્યા હતા.
આ પણ વાંચો :-
 
								 
		 
		 
		 
		 
		 
		 
		 
		