Sunday, Sep 14, 2025

કેન્દ્ર અને રાજ્યના GST કાયદામાં સુધારો, કાઉન્સિલની બેઠકમાં મોટો નિર્ણય

2 Min Read

ઓનલાઈન ગેમિંગ હોર્સ રેસિંગ  અને કેસિનો  પર ૨૮ ટકા GST લાદવામાં આવશે. સરકાર આ નિર્ણયથી પીછેહઠ કરવાની નથી. કેન્દ્ર અને રાજ્યના જીએસટી કાયદામાં સુધારો કરવામાં આવશે અને 1 ઓક્ટોબર, 2023થી તે અમલી ગણાશે.

GST કાઉન્સિલમાં લેવાયેલા નિર્ણય અંગે મહેસૂલ સચિવ સંજય મલ્હોત્રાએ કહ્યું કે રાજ્ય સરકારો તેને ૧ ઓક્ટોબર, ૨૦૨૩  થી પસાર કરવા માટે સંમત થઈ છે. તેમણે કહ્યું કે આ નિયમ તે રાજ્યો પર પણ લાગુ થશે જેમણે હજુ સુધી આ અંગે કોઈ કાયદો બનાવ્યો નથી.

GST કાઉન્સિલની ૫૨ મી બેઠક પછી તેમણે કહ્યું કે ઓછામાં ઓછા ૧૮  રાજ્યોએ ઓનલાઈન ગેમિંગ અને અન્ય વસ્તુઓ પર GST લાદવા માટે સુધારા પસાર કર્યા છે, જ્યારે ૧૩ એ હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી. દિલ્હી અને છત્તીસગઢ સહિત ઘણા રાજ્યોએ પણ ઑનલાઇન ગેમિંગ કંપનીઓ પર ટેક્સ અને મોકલેલી નોટિસનો મુદ્દો ઉઠાવ્યો છે.

ઓનલાઈન ગેમિંગ કંપનીઓને મોકલવામાં આવી રહેલી નોટિસ અંગે તેમણે કહ્યું કે કાયદો પહેલાથી જ લાગુ છે. કાયદામાં હજુ સુધી કોઈ સુધારો કરવામાં આવ્યો નથી. ટેક્સ તો ચૂકવવો જ પડ્યો હોત કારણ કે પૈસા લગાવીને સટ્ટો પહેલેથી જ રમાતો હતો અને તેઓ સટ્ટાબાજીને પ્રોત્સાહિત કરી રહ્યા હતા. સટ્ટાબાજી માટે પહેલાથી જ એક કાયદો હતો, જેની હવે સ્પષ્ટતા કરવામાં આવી છે. આ કારણોસર હવે નોટિસ મોકલવામાં આવી રહી છે.

આ પણ વાંચો :-

સુરતમાં BRST બસે વધુ એકનો ભોગ લીધો

ભારતીય ક્રિકેટ ટીમનો ખાતામાં વધુ એક ગોલ્ડ, ૨૭ ગોલ્ડ, ૩૫ સિલ્વર અને ૪૦ બ્રોન્ઝ મેડલ મડયો

 

Share This Article