Friday, Oct 24, 2025

Allu Arjun : Instagram પર પબ્લિક ભેગી કરી ‘પુષ્પા’એ બૂમ પડાવી ! કહ્યું, એ બિટ્ટા…યે મેરા અડ્ડા

2 Min Read

Allu Arjun: ‘Pushpa’ made a noise by gathering the

  • Allu Arjun બન્યો ઈન્સ્ટાનો એક્કો ! 20 મિલિયન ફોલોઅર્સ ભેગા કરી ‘પુષ્પા’એ બૂમ પડાવી. સુપરસ્ટાર અલ્લુ અર્જુન ઈન્સ્ટાગ્રામ પર 20 મિલિયન ફોલોઅર્સ સુધી પહોંચનાર પ્રથમ સાઉથ ઈન્ડિયન એક્ટર બન્યો.

અલ્લુ અર્જુન (Allu Arjun) એક ફેમસ ભારતીય અભિનેતા અને ડાન્સર છે. તે પોતાની અનોખી સ્ટાઇલ, અસાધારણ ડાન્સ મૂવ્સ અને અભિનયને કારણે જાણીતો છે. માત્ર ભારતમાં જ નહીં પરંતુ અન્ય દેશોમાં પણ તેનો વિશાળ ચાહક વર્ગ છે. ફિલ્મ ‘પુષ્પા’ની સફળતા બાદ તેના ચાહક વર્ગમાં નોંધપાત્ર વધારો થયો છે.

અભિનેતાને તેના ફેન્સ વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ફોલો કરે છે. તાજેતરમાં જ આગામી ફિલ્મ ‘પુષ્પા 2’ સ્ટારે ઇન્સ્ટાગ્રામ પર 20 મિલિયન ફોલોઅર્સ વટાવીને એક નોંધપાત્ર માઇલસ્ટોન હાંસલ કર્યો છે. તે આ માઇલસ્ટોન પૂર્ણ કરનાર દક્ષિણ ભારતનો પ્રથમ અભિનેતા બન્યો છે.

સોશિયલ મીડિયા અભિનેતાઓ માટે તેમના ફેન્સ સાથે જોડાવવાનું અને તેમના કામ વિશેની માહિતી આપવાનું મહત્વપૂર્ણ પ્લેટફોર્મ છે. સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુન પણ સોશિયલ મીડિયા પર તેના ફેન્સ સાથે તેની ફિલ્મો અને પર્સનલ લાઇફ વિશે વાતો શેર કરતો રહો છે.

મોટાભાગે તે ઇન્સ્ટાગ્રામ પર તેના ફેન્સ સાથે કનેક્ટ રહે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર 20 મિલિયન ફોલોઅર્સ સુધી પહોંચવું અલ્લુ અર્જુનના ચાહકો માટે એક ગર્વની ક્ષણ છે.

આ પણ વાંચો :-

Share This Article