Thursday, Dec 11, 2025

અમેરિકાથી ચિંતાજનક રિપોર્ટ ૧૪૦૦ CEOએ રાજીનામાં આપ્યાં, મોટી સંખ્યામાં CEO પદ કેમ છોડી ગયા ?

2 Min Read

અમેરિકાથી એક ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે જેને વાંચતા જ તમને મંદીના ભણકારાનો અહેસાસ થઈ જશે. અમેરિકામાં મોટાપાયે સીઈઓએ નોકરીમાંથી રાજીનામાં આપી દીધાના અહેવાલ મળ્યાં છે. સપ્ટેમ્બર સુધીમાં આ વર્ષે જ આશરે ૧૪૦૦ જેટલાં મુખ્ય કાયર્કારી અધિકારીઓએ રાજીનામા ધરી દીધા છે.

જોકે ૨૦૨૨ના આંકડા સાથે CEOના રાજીનામાઓની તુલના કરવામાં આવે તો આ વર્ષે અત્યાર સુધીમાં લગભગ 50 ટકાથી વધુ CEO રાજીનામા આપી ચૂક્યા છે. એક અહેવાલમાં દાવો કરાયો હતો કે ૨૦૨૨માં રેકોર્ડ લેવલ પર રાજીનામા પડ્યા હતા પણ ૨૦૨૩માં સૌથી વધુ CEO નોકરી છોડી છે. આ ડેટામાં ઓછામાં ઓછા ૧૦ કર્મચારીઓ અને બે વર્ષ સુધી અમેરિકી કંપનીઓ સાથે CEO પદ પર જોડાઈ રહેલા અધિકારીઓને જ સામેલ કરાયા છે.

કોરોના મહામારી અને વૈશ્વિક તણાવને લીધે અમેરિકામાં અનેક કંપનીઓ સામે વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે જેના લીધે દર વર્ષે કર્મચારીઓની સંખ્યા ઝડપથી ઘટી રહી છે. બીજી બાજુ CEOએ પણ રેકોર્ડ લેવલ પર રાજીનામા આપ્યા છે. જોકે મહામારી બાદ સ્થિતિ થોડીક સચવાઈ છે.

સરકારી અને બિન લાભકારી ક્ષેત્રમાં સૌથી વધુ સીઈઓએ રાજીનામા આપ્યા હતા. આ સેક્ટરમાંથી ચાલુ વર્ષે ૩૫૦ લોકોએ રાજીનામા ધર્યા જે ગત વર્ષની તુલનાએ ૮૫ ટકા વધુ છે. બીજા ક્રમે ટેક્નોલોજી સાથે સંકળાયેલા CEO સામેલ છે અને તેમની સંખ્યા ૧૪૦ જેટલી રહી છે જે ૫૦ ટકા વધુ છે. જોકે આ CEOમાં ૨૨ ટકા એવા પણ છે જેઓ નિવૃત્ત થયા છે. ગત વર્ષે કુલ ૨૪ ટકા સીઈઓ નિવૃત્ત થયા હતા. જોકે આવું કેમ થઈ રહ્યું છે તેનું કોઈ મજબૂત કારણ સામે આવ્યું નથી. તેમાંથી મોટાભાગના સીઈઓ કંપનીના બોર્ડમાં સામેલ થઈ ગયા છે કે પછી સલાહકાર તરીકે કામ ચાલુ રાખ્યું છે. જ્યારે મોટાભાગના લોકો બીજી કંપનીઓમાં જવાબદારી સંભાળી રહ્યા છે.

આ પણ વાંચો :-

 

Share This Article