Thursday, Oct 23, 2025

ડ્યુટી પૂરી થતાં ડ્રાઇવર અને ગાર્ડ ટ્રેન છોડીને ભાગી ગયા

2 Min Read

ઉત્તર પ્રદેશના ઉન્નાવમાંથી એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. અહીં ડ્રાઇવરની ડ્યુટી પૂરી થતાં તેણે માલગાડીને રેલવે લાઇન પર અધવચ્ચે જ વચ્ચે છોડી દીધી હતી. ટ્રેનનો ગાર્ડ પણ તેની સાથે ગયો. જેના કારણે બુધવારે સવારે ૭ થી બપોરના ૨ વાગ્યા સુધી ડાઉન મેઇન લાઇન ખોરવાઇ હતી. આ પછી, અન્ય ડ્રાઇવર અને ગાર્ડ આવ્યા અને માલસામાન ટ્રેનને રાયબરેલી તરફ રવાના કરવામાં આવી.

Goods train started running without a driver, there was a rush at the railway station, know what happened next | OMG: ડ્રાઇવર વિના ચાલતી થઇ ગઇ માલગાડી, રેલવે સ્ટેશન પર મચી ગઇ

તેના બાદ બીજા ડ્રાઈવર અને ગાર્ડ આવ્યા ત્યારે માલગાડી રાયબરેલીની તરફ રવાના કરવામાં આવી. લગભગ સાત કલાક સુધી માલગાડી ઉભી રહેવાથી કાનપુરથી લખનૌઉ જતી શતાબ્દી, જમ્મૂતવી, ચિત્રકૂટ, ઝાંસી ઈન્ટરસિટી, મેમૂ ટ્રેન, પનવેલ એક્સપ્રેસ સહિત ૧૫ ટ્રેનોને લૂપ લાઈનની પાસ કરાવવામાં આવી. આ સમય દરમિયાન ટ્રેનોની રફ્તાર પણ ઓછી રાખવામાં આવી હતી.

જણાવવામાં આવી રહ્યું છે કે કાનપુરથી રાયબરેલી જતી ગુડ્સ ટ્રેન ઉન્નાવના ગંગાઘાટ રેલવે સ્ટેશન પર પહોંચી હતી. સિગ્નલના અભાવે માલગાડીને મુખ્ય લાઇન પર રોકી દેવામાં આવી હતી. થોડી વાર પછી ટ્રેન ડ્રાઈવર અને ગાર્ડ સ્ટેશન માસ્તર પાસે પહોંચ્યા. બંનેએ પોતાની ડ્યુટી પુરી થઈ ગઈ હોવાનું જણાવ્યું અને મેમો આપ્યા બાદ ગુડ્સ ટ્રેન મેઈન લાઈનમાં ઉભી રાખી અને ચાલ્યા ગયા. આ પછી, કુલીઓએ માલસામાન ટ્રેનના પૈડાને સાંકળોથી બાંધી દીધા અને લાકડાના ટુકડાઓ મૂકી દીધા જેથી ટ્રેન સરકી ન જાય.

આ પણ વાંચો :-

Share This Article