Saturday, Sep 13, 2025

જન્મદિવસે કેક કાપવા બોલાવ્યા બાદ પ્રેમીએ પ્રેમિકાની કરી ઠંડે કલેજે હ*ત્યા

2 Min Read

After calling  

  • જામનગર જિલ્લાના લાલપુર પંથકમાં જન્મદિવસની ઉજવણી દરમિયાન પ્રેમીકાને મોતને ઘાટ ઉતારી દેનાર આરોપીને પોલીસે આસામથી દબોચી લીધો છે.

જામનગર (Jamnagar) જિલ્લાના લાલપુર તાલુકામાં આવેલ નાની રાફુદડ ગામે દોઢેક માસ આગાઉ હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. જેમાં પ્રેમિકાના (SweetHeart) જન્મદિવસે જ આરોપીએ કેક કાપવા બોલાવ્યા બાદ કોઈ કારણસર બને વચ્ચે માથાકૂટ થતા આરોપીએ તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવતીની હત્યા કરી નાખી હતી. જેમાં ફરાર આરોપીને દબોચી લેવામાં જામનગર એલસીબીને સફળતા સાંપડી છે.

જન્મદિવસે જ પ્રેમિકાને ઉતારું હતી મોતને ઘાટ :

જામનગરના ચેલા ગામે રહેતા મનસુખભાઈ રણછોડભાઈ કણજારીયાની પુત્રી અર્ચનાબેન કણજારીયા અને ભાવેશ રણછોડભાઇ સોનગરા વચ્ચે પ્રેમ સંબંધ હતો. આ દરમિયાન ગત તા. 5-4-2023ના અર્ચનાબનનો જન્મદિવસ હોવાથી લાલપુર તાલુકાના નાની રાફુદળ ગામે રહેતા આરોપી ભાવેશે ઉજવણી માટે અર્ચના બેનને બોલાવી હતી. વાડીની ઓરડીમાં બને વચ્ચે લગ્ન કરવા બાબતે બોલાચાલી થઈ હતી. જેમાં આરોપીએ આવેશમાં આવી, અર્ચનાબેનને ગળાના ભાગે, તિક્ષ્ણ હથિયાર તથા પથ્થર વડે ધા કરી મોતને ઘાટ ઉતારી દીધી હતી.

આરોપી બાતમીના આધારે ગૌહાટી (આસામ) થી પકડાયો :

પોલીસ તાત્કાલિક ત્યાં દોડી જઇ આરોપી ભાવેશ રણછોડભાઇ સોનગરા (ઉ.વ. ૩૩ રહે. મોટી રાફુદળ તા.લાલપુર જી જામનગર)ને દબોચી લીધો હતો. પોલીસે આરોપીની પૂછપરછ કરતા તેને કબૂલાત આપી હતી કે પ્રેમ સબંધ બાબતે મરણજનાર સાથે  બોલાચાલી થતા આવેશમા આવી તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. જે મામલો બહાર આવ્યા બાદ મૃતક યુવતીના પિતાએ પોલીસમાં ફરિયાદ કરી હતી.

બીજી તરફ પોલીસ પકડથી બચવા માટે હત્યાને અંજામ આપી આરોપી ભાવેશ સોનગરા પ્રથમ ખંભાળિયાંના પીરલાખાસર ગામે ગયો હતો. જ્યા સંતાયા બાદ પોલીસ અડી જશે તેવી જાણ થતા બાળમાં જામખંભાળીયા, દ્રારકા, પોરબંદર, અમદાવાદ, મુંબઈ, ગોવા, પુના, દિલ્હી, અને ગૌહાટી (આસામ) સહિતના સ્થળોએ સંતાતો ફરતો હતો. જ્યા એલસીબીએ બાતમીના આધારે ગૌહાટી (આસામ) થી પકડી પાડ્યો હતો. જેની તપાસમાં આરોપી અગાઉ પણ અનેક ગુન્હામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો હોવાનું બહાર આવ્યું છે.

આ પણ વાંચો :-

 

Share This Article