- અંતિમ ક્ષણોમાં તમામ વ્યક્તિને તેની અંતિમ ઈચ્છા પૂછવામા આવે છે. અનેક વાર વ્યક્તિ અંતિમ ઈચ્છામાં એવી કોઈ વસ્તુ જણાવે જે ક્યારેય પણ મળવી અશક્ય હોય છે.
જ્યારે કોઈ વ્યક્તિની તબિયત ખરાબ હોય અને તેનો અંતિમ સમય નજીક હોય તો તેના મગજમાં અનેક વસ્તુઓ ચાલતી હોય છે. તે તેના અંતિમ સમયમાં તેને ગમે તે કરવાનું ઈચ્છે છે. અંતિમ ક્ષણોમાં તમામ વ્યક્તિને તેની અંતિમ ઈચ્છા પૂછવામા આવે છે. અનેક વાર વ્યક્તિ અંતિમ ઈચ્છામાં એવી કોઈ વસ્તુ જણાવે જે ક્યારેય પણ મળવી અશક્ય હોય છે.
એક બિમાર પત્નીએ તેના પતિને અંતિમ ઈચ્છા જણાવી હતી, જેના વિશે જાણીને તમે સ્તબ્ધ રહી જશો. પતિએ રેડિટ પર એક પોસ્ટ લખીને તેની કહાની જણાવી છે જે જાણીને લોકો દંગ રહી ગયા છે. પતિએ લખ્યું છે કે, ‘મારી પત્નીને એક ગંભીર બિમારી છે. જેનો ઈલાજ શક્ય નથી. તેની પાસે માત્ર ૦૯ મહિના છે. અમે ઘણા વર્ષ સાથે રહ્યા, પરંતુ હવે હું તેના વગર જીવવાની કલ્પના પણ ના કરી શકું. મને નથી ખબર તેના ગયા પછી હું શું કરીશ. હું તેના અંતિમ દિવસોને સુંદર બનાવવાની તમામ સંભવ કોશિશ કરું છું.’
પત્નીની છેલ્લી ઈચ્છા જાણીને પતિ દંગ રહી ગયો
પતિ વધુમાં જણાવે છે કે, ‘ડોકટરોએ કહ્યું તે અનુસાર મારી પત્ની ૪-૫ મહિનામાં વ્હીલચેર પર આવી જશે અને ૮ મહિના પછી પથારીવશ થઈ જશે.’ જેથી પતિએ તેની પત્નીને અંતિમ ઈચ્છા પૂછી. પત્નીની અંતિમ ઈચ્છા જાણીને પતિ ખૂબ જ દંગ રહી ગયો. પત્નીએ તેના પતિને જણાવ્યું કે તે તેના એક્સ સાથે શારીરિક સંબંધ બનાવવા માંગે છે.
પત્નીની ઈચ્છા સાંભળીને પતિ દંગ રહી ગયો. પતિએ તેની પત્નીને પૂછ્યું કે, તેની આવી ઈચ્છા શા માટે છે? જેના જવાબમાં તેની પત્ની જણાવે છે કે તેનો એક્સ સૌથી સારો ફિઝિકલ કંપૈટિબલ લવર છે. લાંબુ લચક ભાષણ આપતા કહે છે કે, કેવી રીતે તેના એક્સ સાથે શારીરિક સંબંધ બાંધવો ખૂબ જ સારો રહ્યો છે. ઉપરાંત ઈમોશનલી પણ ખૂબ જ સારો હતો. પરંતુ આ બધી બાબતો મારા માટે બકવાસ છે.
‘મારી સાથે દગો થયો છે’
પત્નીની છેલ્લા ઈચ્છા જાણીને પતિ વિચારમાં પડી ગયો. તેણે રેડિટ યૂઝર્સને પૂછ્યું કે, તેણે શું કરવો જોઈએ. શું તેણે મેલ ઈગોના કારણે ના પાડી દેવી જોઈએ કે, પછી છેલ્લી ઈચ્છા પૂરી કરી દેવી જોઈએ. પતિ જણાવે છે કે, તેની પત્નીની આ વાતના કારણે તેને ખૂબ જ દુ:ખ થયું છે અને દગો થયો છે. તેની પત્નીએ તેને એક એવી પરિસ્થિતિ પર લાવી મુકી દીધો છે. જ્યાં તેણે મજબૂરીમાં હા કહેવું પડશે.
આ પણ વાંચો :-