Sunday, Sep 14, 2025

અમદાવાદ બાદ હવે જયપુરની ૩૫ શાળાને બોમ્બથી ઉડાવવાની ધમકી

2 Min Read

રાજસ્થાનના જયપુરથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. જયપુર એરપોર્ટ બાદ હવે જયપુરની ૬ થી વધુ શાળાઓને બોમ્બની ધમકી મળી છે. શાળાના આચાર્યને મેઈલ દ્વારા ધમકી મળી છે. પોલીસ ટીમ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ ઘટનાસ્થળે હાજર છે. ઈમેલ મહેશ્વરી સ્કૂલ, વિદ્યા આશ્રમ, નિવારુ રોડ સેન્ટ ટેરેસા અને અન્ય સ્કૂલોમાં ઈમેલ મળ્યા છે. માહિતી બાદ પોલીસ, ફાયર બ્રિગેડ, સિવિલ ડિફેન્સ, એટીએસની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને કેમ્પસને ખાલી કરાવ્યા છે.

માહિતી મળતાની સાથે જ પોલીસ સક્રિય થઈ ગઈ હતી અને સમગ્ર શાળા કેમ્પસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું.રાજસ્થાનના ડીજીપી યુઆર સાહુએ કહ્યું- અત્યાર સુધીમાં જયપુર શહેરની ૩૫ શાળાઓને ઈમેલ મળ્યા છે. મેઈલ આવ્યા બાદ તમામ ટીમને એલર્ટ કરી દેવામાં આવી હતી. સવારે ૬ વાગ્યાથી શોધખોળ ચાલુ છે. ક્યાંય પણ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી હોવાની માહિતી મળી નથી. ઈ-મેલને શોધવા માટે સાયબર ટીમો તૈનાત કરવામાં આવી છે. આ સમગ્ર ઘટના અંગે સરકારને અપડેટ કરવામાં આવી રહી છે. ગભરાટનો મુદ્દો પ્રકાશમાં આવ્યો નથી.

જયપુરમાં સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ પોલીસ સક્રિય થઈ ગઈ છે. મોતી ડુંગરી સ્થિત એમપીએસ સ્કૂલને સોમવારે સવારે ૬ વાગ્યે સૌપ્રથમ મેલમાં બોમ્બની ધમકી મળી હતી. આ પછી બગરુમાં MPS, માણક ચોક, વિદ્યાધર નગર, વૈશાલી નગર, નિવારુ રોડ પર આવેલી શાળાઓને ઉડાવી દેવાની ધમકીઓ મળી હતી.

આ પણ વાંચો :-

Share This Article