Saturday, Dec 13, 2025

સુરતમાં પ્રેમજાળથી ધર્મપરિવર્તન કેસમાં ડૉક્ટર બાદ હવે આચાર્ય પિતાની ધરપકડ

1 Min Read

સુરત જિલ્લાના માંડવી નગરમાં એક મહિલા દર્દીને પ્રેમજાળમાં ફસાવીને લગ્ન માટે ધર્મપરિવર્તન કરવાનું દબાણ કરવાના ચકચારી કેસમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. આ પ્રકરણમાં મુખ્ય આરોપી ડૉક્ટરની ધરપકડ બાદ હવે ધર્માંતરણની પ્રવૃત્તિમાં સામેલ તેના પિતાની પણ ધરપકડ કરવામાં આવી છે, જેઓ વ્યવસાયે સરકારી શાળાના આચાર્ય છે.

શું છે સમગ્ર મામલો?
માંડવી ખાતે દવાખાનું ધરાવતા ડૉ. અંકિત રામજીભાઈ ચૌધરી (ઉ.વ. 30) ત્યાં પતિની સારવાર માટે આવતી એક મહિલાને ડૉક્ટરે પ્રેમજાળમાં ફસાવી હતી. ડૉક્ટરે મહિલા સાથે શારીરિક સંબંધ બાંધ્યા બાદ તેની સામે શરત મૂકી હતી કે ‘જો તું તારા આખા પરિવારનું ધર્મપરિવર્તન કરાવે તો જ હું તારી સાથે લગ્ન કરીશ.’ આ અંગે મહિલાએ ડૉક્ટર અંકિત વિરુદ્ધ માંડવી પોલીસ સ્ટેશનમાં 16 મે 2025 ના રોજ ફરિયાદ નોંધાવી હતી.

તપાસ દરમિયાન મહિલાએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે રામજી ચૌધરી (આચાર્ય) અને અન્ય કેટલાક લોકોએ તેને બળજબરીથી ખ્રિસ્તી ધર્મમાં ધર્માંતરણ કરવા માટે દબાણ કર્યું હતું. વધુ તપાસમાં બળજબરીપૂર્વક ધર્માંતરણના આ દાવાની પુષ્ટિ થતાં રામજી ચૌધરીની ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, પીપલવાડા પ્રાથમિક શાળાના આચાર્ય અને આરોપી રામજી ચૌધરીની તપાસમાં મહિલાના આક્ષેપો સાચા જણાતા કસ્ટડી લેવામાં આવી છે. પોલીસ આરોપી સાથે સંકળાયેલા ચેરિટેબલ ઓર્ગેનાઇઝેશનની ભૂમિકાની પણ તપાસ કરી રહી છે.

Share This Article