Saturday, Sep 13, 2025

જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે સુરતથી આગામી ૬-૭ સપ્ટેમ્બરે વધારાની ST બસો દોડાવાશે, પરંતુ કરવું પડશે આ કામ

2 Min Read
  • સાતમ-આઠમના તહેવારોને લઈને સુરત ST વિભાગનો મુસાફરોને રાહત આપતો મહત્વનો નિર્ણય ૬ અને ૭ સપ્ટેમબરે સુરતથી ૧૦૦ જેટલી વધારાની ST બસો દોડાવાશે.

સાતમ-આઠમનો તહેવાર નજીક આવી રહ્યો છે. તહેવાર પર એસ.ટી બસોમાં મુસાફરોની સંખ્યા વધુ જોવા મળતી હોય છે. જેને પહોચી વળવા માટે એસ.ટી વિભાગ દ્વારા દર વર્ષે વધારાની બસોનું સંચાલન કરવામાં આવતું હોય છે. ત્યારે આ વખતે મુસાફરોને કોઈ અગવડ ન પડે તે માટે સુરત એસ.ટી વિભાગ દ્વારા એકસ્ટ્રા બસ દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. સુરત એસ.ટી વિભાગ દ્વારા સાતમ-આઠમ એટલે કે ૬ અને ૭ સપ્ટેમ્બરે ૧૦૦ જેટલી વધારાની બસો દોડાવવામાં આવશે.

૬ અને ૭ સપ્ટેમ્બરે દોડાવાશે વધારાની બસ :

રક્ષાબંધન અને જન્માષ્ટમી જેવાં તહેવારોને લઈને દર વર્ષે સુરતથી સૌરાષ્ટ્ર તરફ લોકોનો ધસારો વધુ હોય છે. સુરતમાં મોટી સંખ્યામાં સૌરાષ્ટ્રના લોકો રહે છે. તેઓ સાતમ-આઠમના તહેવાર પર પોતાના વતન જતા હોય છે. આ દરમિયાન તહેવાર પર મુસાફરોનો ભારે ધસારો રહે છે.

ત્યારે મુસાફરોને સવલત મળી રહે અને અગવડતા ન પડે તેવા હેતુથી સુરત એસ.ટી.નિગમ દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી ૬ અને ૭ સપ્ટેમ્બરે સુરત એસટી વિભાગ દ્વારા ૧૦૦ જેટલી વધારાની બસ દોડાવવામાં આવશે.

મુસાફરોને ગ્રુપ બુકિંગનો પણ મળશે લાભ :

તેઓએ કહ્યું કે કોઈ ૫૦ મુસાફરોનું ગ્રુપ તૈયાર થાય તો જે તે વિસ્તારથી બસની સુવિધા મળી રહેશે. બસની સુવિધા મેળવવા માટે અગાઉથી બુકિંગ કરાવવું પડશે. મુસાફરોના ગ્રુપને તેમના ગામ કે ઘર સુધી ST બસ લઈ જશે.

આ પણ વાંચો :-

 

 

Share This Article