અમદાવાદમાં રિંગ રોડ પર ફોર્ચ્યુનર અને થાર વચ્ચે અકસ્માત, ત્રણ લોકોના મોત

Share this story

અમદાવાદના એસ.પી રિંગ રોડ પર ભયાનક અકસ્માત થયા હોવાની ઘટના સામે આવી છે. મોડી રાત્રે ફોર્ચ્યુનર કાર અને થાર વચ્ચે ટક્કર થતા ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ઘટનાસ્થળે જ ત્રણ લોકોના મોત થયાના થયાના સમાચાર છે. મહત્વનું છે કે, ફોર્ચ્યુનર કારમાંથી મોટા પ્રમાણમાં બિયરના ટીન અને દારૂની બોટલોનો જથ્થો મળી આવ્યો છે. ફોર્ચ્યુનર કાર અને થાર વચ્ચે થયેલા આ અકસ્માતમાં બંને વાહનો સંપૂર્ણપણે નષ્ટ થયા છે.

ઇસ્કોન બ્રિજ પર એક વર્ષ પહેલાં થયેલા અકસ્માતમાં જેગુઆર કાર હતી, તે સમયે કારમાં સ્પીડ અને ફીચર્સ વિશે અનેક વાતો ઉભી થઇ હતી, ત્યારબાદ હવે ફરીથી હાઈ સિક્યુરિટી અને સેફ્ટી ધરાવતાં કારના અકસ્માત થયા પણ આ વખતે એરબેગ ખુલી ગઈ, પણ જે મજબૂત ગણાય છે, તેવી થાર વચ્ચેથી વળીને કોકડું થઈ ગઈ હતી, જ્યારે ફોર્ચ્યુનરની પણ એવી જ હાલત છે. બંને કારના અકસ્માતમાં ત્રણના મોત થયા છે. બંને હાઇ ફીચર અને સેફ્ટી કારની એર બેગ ખુલી પણ કોઈ બચી શક્યા નહીં.

ફોર્ચ્યુનર ગાડીની નંબર પ્લેટમાં GJ૧૮ BK ૯૮૦૮ નંબર છે. આ નંબર પ્લેટમાં મારુતિ કંપનીની અલ્ટો ગાડી છે. એક જ નંબરની બે ગાડી હોવી શક્ય નથીસ, જેથી ફોર્ચ્યુનર ગાડીની નંબર પ્લેટ ખોટી લગાવવામાં આવી છે. ઓન પેપર આ નંબરથી અલ્ટો ગાડીની છે, જેના માલિકનું નામ પણ જયંતિ હોય તેવી શક્યતા છે.પોલીસે આ દિશામાં પણ તપાસ હાથ ધરી છે.

અકસ્માતમાં મૃત્યુ પામેલા ત્રણેય લોકોની ઓળખ થઇ ગઈ છે જેમાં વિરમગામના રહેવાસી અજિત ભરત કાઠી (ઉ.વર્ષ ૩૦) અને અમદાવાદ સાબરમતી વિસ્તારના મનીષ ભગવતી પ્રસાદ થાર કારમાં સવાર હતા. જયારે ફોર્ચ્યુનર કારમાં મૃતક ઓમપ્રકાશ ( ઉ.વર્ષ ૩૭) સવાર હતા. જણાવી દઈએ કે, ફોર્ચ્યુનરનો ડ્રાઈવર રાજેન્દ્ર સાહુ ગંભીર રીતે ઘાયલ થતા હાલ સારવાર હેઠળ છે.