Saturday, Sep 13, 2025

અમદાવાદમાં ફાઇનલ મેચમાં ૪ હજાર જેટલાં પોલીસકર્મીઓ તૈનાત

2 Min Read

અમદાવાદમાં વર્લ્ડકપ ૨૦૨૩ની ફાઇનલ મેચને લઇ ઉત્સવ જેવો માહોલ સર્જાયો છે. લાખો પ્રેક્ષકોની સુરક્ષાને લઇ શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અત્રે અમદાવાદમાં લોખંડી બંદોબસ્તની વાત કરવામાં આવે તો સ્ટેડિયમમાં ૪ હજાર જેટલા પોલીસકર્મીઓની તૈનાત કરવામાં આવી છે. જ્યારે શહેરના રસ્તાઓ પર ૫ હજાર પોલીસકર્મીઓની તૈનાતી જોવા મળી રહી છે.

મેચની ઉજવણીને લઇ સમગ્ર શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સ્ટેડિયમમાં ૧ IG, ૨૦ ACP, ૧૪૫ PSI સહિત ૧૩ DCP સુરક્ષામાં તૈનાત કરાયા છે. સ્ટેડિયમમાં કુલ ૨૮૦૦ પોલીસકર્મીઓ તૈનાત રહેશે. તો બીજી તરફ શહેરની વાત કરવામાં આવે તો ૪ IGP, ૨૭ ACP, ૨૩૦ PSI તૈનાત રહેશે. શહેરમાં ટ્રાફિક પોલીસમાં ૧ IGP, ૧૧ ACP, ૩૬ PSI સુરક્ષામાં તૈનાત રહેશે.

જનપથથી મોટેરા સ્ટેડિયમ મુખ્ય ગેટ થી કૃપા રેસિડેન્સી થઈ મોટેરા ટી સુધીનો રસ્તો બંને બાજુએ બંધ રહેશે. જેનો ડાયવર્ઝન માર્ગ તરીકે તપોવન સર્કલથી ઓ.એન.જી.સી ચાર રસ્તાથી વિસત ટીથી જનપથ ટી થઈને પાવર હાઉસ ચાર રસ્તા થઈ પ્રબોધરાવળ સર્કલ સુધીના જતા-આવતા માર્ગ પરથી અવર-જવર કરી શકાશે. અન્ય માર્ગ કૃપા રેસિડેન્સીથી શરણ સ્ટેટસ ચાર રસ્તા થઈ ભાટ કોટેશ્વર રોડ થઈ અપોલો સર્કલ તરફ અવર-જવર કરી શકાશે.

આ પણ વાંચો :-

Share This Article